રમત આપણને શિસ્ત અને અનુશાસન શીખવે છે- પંજાબની ખેલાડી કોમલપ્રીત કૌર ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગર ખાતે રમાયેલી થ્રી ઓન થ્રી ની ગેમ રમવા માટે ભાવનગર આવેલી પંજાબની ખેલાડી કોમલપ્રીત કૌર જણાવે છે કે, રમત આપણને જીવનમાં શિસ્ત અને અનુશાસન શીખવે છે. ગુજરાતમાં ઉપલબ્ધ રમત-ગમતની સુવિધાઓ, ગુજરાતની ખાણીપીણી, આગતા-સ્વાગતા, ભાવનગરની હોટલ, નેશનલ ગેમ્સ અંતર્ગત ગોઠવવામાં આવેલી વિવિધ સુવિધાઓથી તે ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેણે વધુમાં જણાવ્યું કે, અહીંયા ઘર જેવું જ લાગે છે. બધું સુંદર છે. સ્ટેડિયમ પણ ખૂબ સરસ છે. રમત-ગમતની વ્યવસ્થાઓ પણ અદભૂત રીતે ગોઠવવામાં આવી છે. તેને કહ્યું કે, સિનિયર ખેલાડીઓ સાથે રમવાની ખૂબ મજા આવી છે. સિનિયર ખેલાડીઓ સાથે રમીને ઘણું બધું શીખવા મળ્યું છે. તેને જણાવ્યું કે, બાસ્કેટબોલનું ફ્યુચર ખૂબ સારું છે.રાજ્યમાં ફેસિલિટી પણ તે અંગેની ખૂબ સારી છે.ત્યારે અન્ય ખેલાડીઓ પણ તેમાં આગળ વધે તેવો તેણે અનુરોધ કર્યો હતો. તેણે તેની બાસ્કેટબોલની જર્ની વિશે જણાવ્યું કે, તેના ઘરના સભ્યો બાસ્કેટબોલમાં આગળ વધેલાં હતાં તે જોઈને તે રમતાં શીખી છે. તેની ઘરની નજીક જ આ માટેનું સ્ટેડિયમ છે. તેથી તે રેગ્યુલર ત્યાં જતી હતી. ત્યાંના કોચ ફેમિલી સભ્યની રીતે તાલીમ આપે છે. આ તાલીમથી ખેલાડીઓમાં એક જાતની શિસ્ત અને અનુશાસન કેળવાય છે. જે આગળ જતાં આપણને આ રમતમાં આગળ વધવા માટે ખૂબ જ મદદરૂપ બને છે તેમ તેણે વધુમાં જણાવ્યું હતુ