ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર રેલ્વે ડિવિઝનમાં “સ્વચ્છતા દોડ” અને “શ્રમદાન”નું આયોજન 2 ઓક્ટોબર, 2022ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર રેલવે મંડલના અધિકારીઓ, કર્મચારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ (WRWWO) સંગઠનના સદસ્યાઓ દ્વારા “સ્વચ્છતા દોડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલ અને WRWWO પ્રમુખ શ્રીમતી તુહિના ગોયલ દ્વારા દરેકને રેસ માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. “સ્વચ્છતા દોડ” પછી અધિકારીઓએ રેલ્વે મંડલ કચેરીના પરિસરની બહાર રોડની બાજુમાં વૃક્ષારોપણ કર્યા અને બધાએ રેલ્વે મ્યુઝિયમ પરિસરમાં “શ્રમદાન” કર્યું. સ્વચ્છતા પખવાડા દરમિયાન આયોજિત ચિત્ર સ્પર્ધાના ચિત્રો રેલ મ્યુઝિયમ પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેનું ડિવિઝનલ રેલ્વે મેનેજર અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકોએ ખૂબ જ સુંદર ચિત્રો બનાવીને પોતાની કલા બતાવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજરે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામોનું વિતરણ કર્યું હતું. ગાંધી જયંતિ નિમિત્તે માહી ડેયરીની ટીમે ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદ અને સહાયક વાણિજ્ય પ્રબંધક સુશ્રી નીલાદેવી ઝાલા તેમજ સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય રેલવે કર્મચારીઓએ શ્રમદાનમાં ભાગ લીધો હતો. માહી ડેયરીની ટીમે ચલાલા સ્ટેશન પર પણ શ્રમદાન કર્યું હતું. આમ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા બોટાદ રેલ્વે સ્ટેશન પર જાયન્ટ ગ્રુપ અને રેલ્વે કર્મચારીઓ દ્વારા “સ્વચ્છતા રેલી” કાઢવામાં આવી હતી. વેરાવળ સ્ટેશન પર સંત નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ અને રેલ્વે સફાઈ કર્મચારીઓ દ્વારા “શ્રમદાન” કરવામાં આવ્યું હતું. સમગ્ર ભાવનગર પર સમાન રિતે “શ્રમદાન” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.