મેટ્રોની સફર આજથી અમદાવાદીઓ માટે શરુ કરવામાં આવી છે. ત્યારે થલતેજથી વસ્ત્રાપુર પર લોકો મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદીઓ માટે આજથી આ સફર શરુ થઈ છે. આજે સવારે 9 વાગ્યાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો આનંદ શહેરીજનોએ માણવાનું શરુ કરી દીધું છે. રાત્રે 8 વાગ્યા સુધી આ સફર કરવા મળશે. ત્યારે તેનો આનંદર અમદાવાદીઓ અત્યારે માણી રહ્યા છે.
ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવ્યો છે અને મેટ્રોમાં સફર કરવા લોકોને મળી રહી છે. બે દિવસ પહેલા જે રુટનું ઉદઘાટન થયું હતું તેવા
વસ્ત્રાલથી થલતેજ વચ્ચેની 21 કિમીની મેટ્રોની સફર ગાંધી જયંતીના દિવસથી શરુ કરાઈ છે. જ્યારે એપીએમસીથી મોટેરા સુધી મેટ્રો 6 ઓક્ટોબરે શરુ થશે.
પહેલા દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેટ્રોની મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન કે જેમને મેટ્રોની સવારી માણી હતી.
પૂર્વથી લઈને પશ્ચિમ સુધી સાંજે 9થી 8 વાગ્યા સુધી આ મેટ્રો શરુ કરાયેલા રુટ પર દર 30 મિનિટે લોકોને મળશે.અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે લોકોને મોટી રાહત મેટ્રોથી મળી છે.