23.9 C
Kadi
Tuesday, March 28, 2023

ગાંધી જયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો


તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર,૨૦૨૨ દરમિયાન ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.  સા.કાં જિ કો- ઓપરેટીવ દૂધ ઉત્પાદન સંઘ લી. સાબરદાણ ફેક્ટરી બોરીયા (હાજીપુર) હિંમતનગર ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ જિલ્લા નશાબંધી અધિકક્ષક શ્રી વાઘેલાએ કરાવ્યો હતો. 
      આ પ્રસંગે અધિકક્ષકશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન અપાવવામાં ગુજરાત રાજ્ય મોખરાના સ્થાને રહ્યું છે. દારૂનું સેવન તથા બીડી, સિગારેટ સહિત અન્ય કોઇપણ કુટેવોને કારણે થતાં નુકશાન સામે લોકોને જાગૃત્ત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃત્તિ લાવવાની ઘનિષ્ટ કામગીરી આ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે. પ્રતિ વર્ષ આ સપ્તાહ દરમિયાન  જિલ્લાના નશાબંધી અધિક્ષકશ્રી તેમજ સહયોગી સંસ્થાઓ દ્રારા ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજી અનેક યુવાનોને નશાના ચુંગલમાંથી બચાવવામાં આવે છે..     
                “આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત આઝાદીમાં નશાબંધી ક્ષેત્રે ગુજરાતે પથદર્શક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ બન્નેને સાંકળીને પણ જિલ્લા વહિવટીતંત્રની સમગ્ર ટીમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી રાષ્ટ્રીય કક્ષાએ યશભાગી થવાનો આ અવસર છે.  આ નશાબંધી સપ્તાહ નિમિત્તે જિલ્લાના તમામ તાલુકા મથકો, શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોની ટેબ્લો સાથે રેલી, સાહિત્ય વિતરણ, વિવિધ સંસ્થાઓ-જાહેર સ્થળો પર લોકોને વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવવો, સાહિત્ય વિતરણ અને રાત્રિના સામયે શહેર-ગામડાઓમાં નાટકો, ભવાઇ, શેરીનાટકો  યોજવામાં આવશે. માદક પદાર્થો, સિગારેટ વગેરેના સેવન ન કરવા અને સેવનથી થતાં નુકસાન અંગે પ્રચારાત્મક સૂત્રો સાથે જાહેર માર્ગો પર પ્રચાર કરી જિલ્લાને વ્યસન મુક્ત જિલ્લો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 
      આ પ્રસંગે ફેક્ટરીના મેનેજરશ્રી ડો. સંજયભાઇ, શ્રી મનોજભાઇ, નશાબંધી વિભાગના તેજલબેન તથા સ્ટાફ અને ફેક્ટરીના શ્રમિકો ઉપસ્થિત રહી નશાબંધીના શપથ લીધા હતા. 


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!