મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની ૧૫૪મી જન્મ જયંતીએ પૂજ્યબાપુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી સર્વ ધર્મ પ્રાર્થનાસભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીને શબ્દાંજલિ અર્પણ કરી હતી.
જેમાં સર્વધર્મ પ્રાર્થના, શ્રીરામ ચંદ્ર સ્તુતિ, મહાત્મા ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો… ભજન, રઘુપતિ રાઘવ સહિત ગાંધીજી ભજનાવલીના સર્વધર્મના ભજનો રજુ કર્યા હતા. આ ભજનાવલી રજૂ કરનાર મૌલિકભાઈ જોશી, શરદભાઈ જોશી, મનીષભાઈ જોશી, પ્રીતિબેન કોટેચા, લતાબેન જુંગી તથા મહર્ષિ આચાર્યએ જુદા જુદા ભજનો રજૂ કર્યા હતા. આ ઉપરાંત કીર્તિ મંદિર ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભાનું સંચાલન નિરવભાઈ જોશી એ કર્યું હતું.
જેમાં સર્વધર્મ પ્રાર્થના, શ્રીરામ ચંદ્ર સ્તુતિ, મહાત્મા ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો… ભજન, રઘુપતિ રાઘવ સહિત ગાંધીજી ભજનાવલીના સર્વધર્મના ભજનો રજુ કર્યા હતા.
કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જાડેજા તેમજ સમિતિના સભ્યો અને કર્મયોગીઓએ આજે મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રાર્થના સભાના કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સર્વ ધર્મ પ્રાર્થના રજુ કરનાર કલાકારોને બિરદાવી તેઓની સાથે ફોટોસેશન કર્યું હતું.