સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં તેને જોતા એક મુહિમ શરુ થી હોય તેમ સતત લોકો તેમાં જોડાતા ગયા અને સમગ્ર દેશમાં તે મિશન એવી હદે શરુ થયું કે ભારત દેશના ખૂણે ખૂણે જાણે લોકો રસ્તે ઉતરી ને પોતે જાતે સાફ સફાઈ કરવા માંડ્યા અને જેનું પરિણામ આજ દિન સુધી લોકો જોઈય રહ્યા છે
મહત્વની વાત છે કે ગુજરાત સરકારના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સુરતની એંગ્લો ઉર્દુ શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાવમાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ શાળા પરિસરની સાથે સમગ્ર વિસ્તારમાં પાલિકાના સફાઈ કર્મીઓ સાથે સફાઇ કરી પોતાનું યોગદાન આપ્યું હતું.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર હતો. જે અનુસંધાને ઘી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એંગ્લો ઉર્દુ હાઈ સ્કૂલ ની તમામ શાળાઓમાં સ્વચ્છતા ની જન જાગૃતિ માટે ટ્રસ્ટીઓ, સાથે સુરત મહાનગરપાલિકા ના કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ બેનરો લઇ સમગ્ર વિસ્તારમાં રેલી કાઢી લોકો ને સફાઈ બાબતે જાગૃત કરી ને શાળામાં સફાઈ અભિયાન કરવામા આવ્યું.