દિલ્હી ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની સમાધી આવેલી છે જે રાજઘાટ તરીકે ઓળખાય છે તો બીજુ રાજઘાટ ગુજરાતાં એક માત્ર અરવલ્લી જિલ્લામાં આવેલું છે, જેને મિનિ રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે, મિની રાજઘાટ મોડાસા થી 10 કિ.મી. દૂર મહાદેવગ્રામ બાકરોલ ખાતે આવેલું છે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નેતાઓ અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને બાપૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દર વર્ષે કોઇ આવે કે ન આવે ગ્રામજનો તો બાપૂને રોજ યાદ કરે છે પણ આ વર્ષે એકપણ અધિકારી ફરક્યા જ નહીં અને બાપૂને યાદ કરવાનું ભૂલી ગયા હતા. જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
બાપૂનું નિધન થયા પછી ગામના આગેવાનો અને આઝાદીના લડવૈયાઓ બાપૂની અસ્થિ મહાદેવગ્રામ બાકરોલ ખાતે લાવ્યા હતા, જ્યાં ત્રિવેણી નદીમાં વિસર્જિત કરાઈ હતી, ત્યારે અહીં રાજઘાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારથી જ બાપૂને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી. જોકે અધિકારી તેમના ચેમ્બર બાપૂનો ફોટો હોય છે પણ આવા દિવસે બાપૂને કેમ ભૂલી જાય છે તે ખ્યાલ આવતો નથી.