નવરાત્રીનાપાવન પર્વે દરેક જગ્યા એ ધામ ધૂમ દેખાઈ રહી છે ત્યારે મહત્વની વાત છે કે હાલ તહેવારોની સીજન ચાલી રહી છે ત્યારે ભક્તિમય માહોલ વચ્ચે ઇસ્કોન સીટી સેન્ટર રાધા માધવ ભક્તિ દ્વારા વર્લ્ડ હોલી નેમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કૃષ્ણ દામોદરજીને ૫૦૦ થી વધારે દીપ દાન કરવામાં આવ્યા હતા
સુરતના સિટી લાઈટ અણુવ્રદ દ્વાર પાસે આવેલ આઈકોનિક રોડ ખાતે એસએમસી દ્વારા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સુરતની પ્રખ્યાત ખાણી પીણીની વસ્તુઓનું સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ઇસ્કોન સીટી સેન્ટર રાધા માધવ ભક્તિ દ્વારા “વર્ડ હોલી નેમ ફેસ્ટિવલ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આયોજકો દ્વારા સ્ટોલ ઉપર આવતા પર્યટકો ને શ્રીકૃષ્ણ દામોદરને દીપ દાન અર્પણ કરાવ્યા હતા
જ્યાં મહત્વનું છે કે હાલ તહેવારોની સીજન ચાલી રહી છે તે વચ્ચે વધુ લોકો ભક્તિમય બને તે હેતુથી આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યું છે અને સાથે દીપ દર્શની મહિમા શું છે એ બાબતની દરેક માહિતી ત્યાં આવતા પર્યટકો ને આપી ભક્તિમય માહોલ બનાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.