યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લાકક્ષાના યુવા ઉત્સવની ઉજવણી કે.એચ.માધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તા.૩૦ ના રોજ કરવામાં આવી હતી. જેમાં વકતૃત્વ,ચિત્રકલા,યુવા સંવાદ, ફોટોગ્રાફી,સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કાવ્ય લેખન જેવી વિવિધ સ્પર્ધા યોજાઇ હતી જેમા જિલ્લાના યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી ત્રિલોક ઠક્કર, કે.એચ માધવાણી કોલેજના આચાર્ય ડૉ.જે.એસ રામદતી સહિત પ્રોફેસરો, જુદી જુદી સંસ્થાના સભ્યો સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. જેમાં કાવ્ય લેખન સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.પારમિતાબેન મહેતા, લાખણશીભાઈ આગઠ તથા સુનિલભાઈ ભીમાણી એ સેવાઓ આપી હતી. ફોટોગ્રાફી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દિનેશભાઈ રુઘાણી જીતેન્દ્રસિંહ સોઢા તથા યુવાસંવાદના નિર્ણાયક તરીકે લાખણશીભાઈ ગોરાણીયા,મૌસમી બેન મારૂ, ત્રિલોક ઠક્કર તથા જીતેન્દ્રભાઈ નિમાવત ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે લાખણશી ભાઈ ગોરાણીયા,સુનિલભાઈ મોઢા તથા શ્રીમતી લલીતાબેન ભૂતએ સેવાઓ આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મનીષાબેન વાળા, બિંદિયાબેન સોની તથા દુર્ગેશભાઈ ઓઝાએ સેવાઓ આપી હતી.
તમામ સ્પર્ધાના પ્રથમ,દ્વિતીય તેમજ તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ સ્પર્ધકો હવે રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધાઓમાં ભાગ લેશે.
કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સુશ્રી મેઘાબેન સનવાલના માર્ગદર્શન હેઠળ અને કોલેજનાં પ્રોફેસર સ્નેહલ જોશી, લાખીબેન ઓડેદરા નહેરુ યુવા કેન્દ્રના ઉત્સાહિત સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન કંદર્પભાઇ જોષીએ કર્યુ હતું.