ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી હતી. ‘ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશન,ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’ની મુહિમને વેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અપાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશન,ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’ ની મુહિમમાં સહભાગી થયા હતા. સત્ય,અહિંસા અને સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને મુખ્યમંત્રીએ ‘લોકલ ફોર વોકલ ‘ અને ‘આત્મનિર્ભર ભારત’ ના સૂત્રોને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી એ થલતેજ વિસ્તારમાં આવેલી યશ ખાદી એમ્પોરિયમમાંથી પોતાના માટે ખાદીની ખરીદી કરી હતી.
પોતાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અંગત રસ દાખવીને ખાદીના વિવિધ વસ્ત્ર પરિધાનો અંગે પૃચ્છા કરીને તેના ફાયદાઓ અને પહેરવેશ અંગેની બાબતો વિશે માહિતી મેળવી હતી તેમજ પોતાના માટે ખાદીની ખરીદી કરી હતી. આ પ્રસંગે મેયર કિરીટભાઈ પટેલ અને કોર્પોરેશનના સભ્યો તેમજ શહેર ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાદીને લોકલથી ગ્લોબલ બનાવવાની દિશામાં પ્રયાસરત રાજ્યસરકાર છે.