રાજકોટ ખાતે હોકીમાંં પ્રથમ દિવસે ૬ મેચમાં વિક્રમજનક ૫૮ ગોલ દ્વારા ખેલાડીઓએ જુસ્સો દેખાડ્યો રાજકોટ હાલ ૩૬મી નેશનલ ગેમ્સનું યજમાની કરી રહ્યું છે. રાજકોટમાં હોકી અને સ્વિમિંગની સ્પર્ધા યોજાવાની છે જે અંતર્ગત રાજકોટ ખાતે પ્રથમ દિવસે ૬ મેચમાં વિક્રમજનક ૫૮ ગોલ દ્વારા ખેલાડીઓએ જુસ્સો દેખાડ્યો હતો. આજરોજ રમાયેલી મેચ પૈકી મહિલા હોકીમાં સૌ પ્રથમ ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશ વચ્ચે મેચ રમાઈ હતી. ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે પ્રથમ દિવસે ૬ મેચમાં વિક્રમજનક ૫૮ ગોલ દ્વારા ખેલાડીઓએ જુસ્સો દેખાડ્યો હતો. આજરોજ રમાયેલી મેચ પૈકી મહિલા હોકીમાં સૌ પ્રથમ ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશ વચ્ચે મેચ રમાયેલો જેમાં ઓરિસ્સા ૦૩ – ૦૨ ગોલથી વિજેતા થઈ હતી. જ્યારે બીજા મેચમાં હરિયાણા તેમજ ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં હરિયાણા ૩૦-૦૧ થી વિજેતા થઈ હતી. ત્રીજી હોકી મહિલા મેચમાં પંજાબ અને કર્ણાટક વચ્ચે મેચમા ૦૬-૦૧ થી પંજાબ તેમજ મધ્યપ્રદેશ અને ઝારખંડ વચ્ચે રમાયેલી મેચમાં ઝારખંડ ૦૪-૦૨ થી વિજેતા થયેલ હતું. જ્યારે પુરુષોની હોકી મેચમાં તમિલનાડુ અને ઝારખંડ વચ્ચે તમિલનાડુ ૦૩-૦૦ ગોલ સાથે વિજેતા થયેલ હતું. જ્યારે કર્ણાટક અને ઉત્તર પ્રદેશ વચ્ચે મેચમાં કર્ણાટક પુરુષ હોકી ટીમ ૦૪-૦૨ ગોલ સાથે વિજેતા બની હતી.