– માતાજીની પલ્લી નો ફોટો આપી સ્વાગત કરવામા આવ્યુ
– બી.ઝેડ ગુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ મંદિર મા ૧,૧૧,૧૧૧ નું દાન આપ્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિધ્ધ બ્રહ્માણી માતાજી ના મંદિર ખાતે બી.ઝેડ. ગુપ ના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ મા ના દર્શન કરી ધન્યતા અનુભવી
પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં આવેલ પ્રાંતિજ બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે બી.ઝેડ. ગુપ ના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ જગતજનની મા બ્રહ્માણી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બી.ઝેડ. ગુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ મંદિર માં ૧,૧૧,૧૧૧ નું દાન પણ કર્યુ હતુ તો મંદિર વ્યવસ્થાપક કમિટી ના પ્રમુખ તથા કડવા પાટીદાર સમાજ બ્રહ્માણી મંડળ પટેલ વાસ યુવક મંડળ દ્રારા બી.ઝેડ.ગુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા નુ બુકે તથા માતાજી ની પલ્લી નો ફોટો આપીને ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અમૃતસિંહ પરમાર તથા બી.ઝેડ પ્રાંતિજ બ્રાન્ચ ના નિકેશભાઇ પટેલ હાજર રહ્યા હતા