સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મા નવરાત્રી પર્વ ની ઉજવણી તથા તાજેતરમાંજ યુનિવર્સિટી મા એકાંકી મા વિજેતા થયેલ કલાકારો ને પણ પ્રમાણ પત્ર સહિત મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા
પ્રાંતિજ પ્રાધ્યાપક મંડળસંચાલિત શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કલ્ચર પ્રોગ્રામ મા કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ગરમે ધુમી મા ની આરાધના કરી હતી તો આ પ્રસંગે નિર્ણાયક તરીકે ફિલ્મ જગત માં પ્રચલિત બનેલા વિવેકા પટેલ કે અનેક ગુજરાતી સિરીયલ ઉપરાંત ફિલ્મો જેવી કે ફેડબુલ , બજાબા તેમજ ” સાહિલ જિંદગી ની શોધ માં જૈવી અનેક ફિલ્મોમા અભિનય ના અજવાળા પાથર્યા છે અને તાજેતરમાંજ ” હેલોજિંદગી નુ નિર્માણ કરેલ છે વિવેકા પટેલે નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામા આવ્યા હતા તો પ્રાંતિજ નગર ના શ્રેષ્ઠી ભૂનેશભાઇ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડા.કામેશ્વર પ્રસાદ , રાજુભાઈ પંચાલ , ર્ડા કાન્તીભાઇ પ્રજાપતિ ,, ર્ડા.સતીષભાઇ પટેલ , ર્ડા.આર.કે.રાવળીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા તો ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ગરબા વિજેતાઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને તાજેતરમાંજ યુનિવર્સિટીએ એકાંકી મા ભાગ લઇ ને નંબર લાવનાર દિગ્દર્શિત મહેન્દ્રભાઇ પ્રજાપતિ તથા તમામ કલાકારોને પણ ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે પ્રમાણ પત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા