પ્રાંતિજ નો યુવાન સાદરા સાબરમતી નદીમા ડુબીજતા મોત
પ્રાંતિજ નાની ભાગોળ મોટાવાસ માં રહેતો યુવાન ગોપાલસિંહ કાળુસિંહ મકવાણા ઉ.વર્ષ અંદાજે-૩૨ કે જેવો તાલ.૨|૧૦|૨૦૨૨ ને રવિવાર ના રોજ પોતાના મિત્રો સાથે ગાંધીનગર જિલ્લાના સાદરા ખાતે આવેલ મંદિર ના હોલમા એક પ્રસંગ મા ભોજન પિરસવા માટે કેટલાક મિત્રો સાથે ગયો હતો અને ત્યારબાદ બપોર ના સમયે અંદાજે દોઢ વાગે ચાર મિત્રો સાદરા મંદિર પાસે આવેલ સાબરમતી નદીમા ન્હાવા ગયા હતા જે દરમ્યાન ગોપાલસિંહ ડુબવા લાગ્યો હતો
તો અન્ય ત્રણ મિત્રો પાણીમાંથી બહાર આવી બુમાબુમ કરી હતી તો આ અંગેની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમ ને કરતા તેવો તાત્કાલિક ધટના સ્થળે દોડીઆવી શોધખોળ હાથધરી હતી અને મોડી સાંજ સુધી કોઇ ભાર ના મળતા ફાયર ટીમ બીજા દિવસે સવારે નદી ખાતે આવી શોધખોળ હાથ ધરતા ગોપાલસિંહ કાળુસિંહ મકવાણા મૃત હાલત મા મળી આવ્યો હતો
જેને ગાંધીનગર સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો તો ગોપાલસિંહ ના મોત ને લઈ ને પરિવાર સગાસંબધીઓ સહિત પ્રાંતિજ ગામમા શોક નુ મોજુ ફ્રરી વળ્યુ હતુ