कितनी नफ़रत की भावना भारी है रिश्तों में और सोच मैं।મર્હુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મિડિયામાં વાત શૅર કરી
રાષ્ટ્રિય કોંગ્રેસ ના નેતા અને ભરૂચના પનોતો પુત્ર મર્હુમ અહેમદ ભાઈ પટેલ ની પુત્રી મુમતાઝ પટેલ પોતાના સામાજીક કાર્યો થકી અવારનવાર ચર્ચામાં આવતી હોય છે,થોડા સમય પહેલા મુમતાઝ પટેલ શુ આગામી ચૂંટણીઓ લડશે કે નહીં તે બાબતો ને લઇ ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી,જેનું કારણ હતું સોશિયલ મિડિયામાં એક બાદ એક તેઓના તરફ થી આવતા નિવેદનો ને લોકોએ રાજકીય રીતે જોવા નું શરૂ કર્યું હતું,
પરંતુ તે બાદ તેઓએ કેટલાય મિડિયા હાઉસો ના ચૂંટણી લડવા અંગેના સવાલો સામે સ્પષ્ટતાઓ પણ કરી હતી, હાલ નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે,રાજ્યમાં પણ ઠેરઠેર નવરાતી પર્વને લઇ ગરબા પંડાલોમાં ગરબે ઘૂમતા ખૈલાયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,તેવામાં હવે સોશિયલ મીડિયા થયેલ મુમતાઝ પટેલ ની એક પોસ્ટ વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બની છે,
મુમતાઝ પટેલે સોશિયલમિડિયા માં હિન્દી માં એક પોસ્ટ મુકતા લખ્યું છે કે …..”२ साल बाद त्योहार मनाने का मौक़ा मिला और देख कर दुख होता है के कितनी की भावना भारी है रिश्तों में और सोच मैं। एक आशा ही रख सकते है की आगे जाते भाईचारा और प्रेम से सारे त्योहार साथ में माना सकें……पर वह अच्छे दिन कब आयेंगे ? સાથે જ તેઓએ #Garba2022 પણ લખ્યું છે,
મુમતાઝ પટેલે પોતાના લખાણમાં આડકતરી રીતે વર્તમાન સરકાર સામે દેશના માહોલ ને લઇ સવાલ કર્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે,સાથે જ ગુજરાતમાં ચાલી રહેલ નવરાત્રી ના તહેવાર દરમિયાન જે તે ગરબા ગ્રાઉન્ડમાં લીધેલ મુમતાઝ પટેલની મુલાકાતમાં તેઓને કડવો અનુભવ મહેસુસ થયો હોય તેવું પણ તેઓની આ પ્રકારની થયેલ પોસ્ટ બાદ ચર્ચાઓ ચાલી રહી છે,