ભાવનગર જિલ્લાના ઘોઘા ભાલ વિસ્તારોનાં ૧૨ ગામોની પ્રાથમિક શાળાનાં ૧,૪૪૦ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર દ્વારા ખાડી વિસ્તારનાં અત્યંત પછાત એવાં ગામ અવાણીયા, ભૂતેશ્ર્વર, માલણકા, અકવાડા, ભૂભંલી, માલપર, નવા રતનપર, જુના રતનપર, ઘોઘા તેમ કુલ-૮ ગામોમાં ગત જુલાઈ થી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન ૧૨ આરોગ્ય શિબિર દ્વારા ૪૮૦ બાળકોની આંખની તપાસ, ૪૮૦ બાળકોની હિમોગ્લોબીન તપાસ તથા ૪૮૦ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. દેશના જાણીતા ઉદ્યોગ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી યોજાયેલ તમામ આરોગ્ય શિબિરમાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, શ્રી અંકિતાબહેન ભટ્ટ તથા શ્રી રેખાબહેન ભટ્ટની સેવા આપી હતી. આ સાથે શિબિરમાં જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓને દવા અને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દર્દી દેવો ભવઃની ભાવનાથી સેવા ભાવે કાર્ય કરનાર ઘોઘા ભાલની ૧૨ શાળાઓના આચાર્યશ્રીઓ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવાં માટે એક કાર્યક્રમનું આયોજન આગામી સમયમાં એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે થશે. વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય સાથે તેમનાં સ્વાસ્થ્યની કાળજી રાખનાર પ્રાથમિક શાળાનાં શિક્ષકગણનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ એક પ્રેરણાદાયી કાર્ય છે. આ કાર્યથી ગ્રામ્ય સ્તરે બાળકોની આરોગ્ય રક્ષામાં વધારો થયો છે. નિરોગી બાળ જ સાચા ભારતનું નિર્માણ કરી શકે છે તેવાં ભાવ સાથે શિશુવિહાર દ્રારા બાળકોની થતી આરોગ્ય સેવા બિરદાવવાં લાયક છે