34.2 C
Kadi
Wednesday, March 29, 2023

ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘herSTART PLATFORM’નું કરાયું લોન્ચિંગ


ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિતિ રહ્યા હતા. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી ગુજરાતના પ્રવાસે છે અને આજે ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની દ્વારા ‘herSTART PLATFORM’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આવતીકાલને ઉન્નત બનાવવા માટે આજના બાળક અને યુવાનોને સારું શિક્ષણ એવું જોઈએ. આપણો દેશ વિશ્વનો યુવા દેશ છે અને આપણા યુવાનોની ક્ષમતામાં કોઈ જ કમી નથી. દેશના યુવાનોને સ્થાનિક ભાષામાં ઉચ્ચ શિક્ષણ મળી શકે તે માટે અને ઇનોવેશન મળી રહે તો રાષ્ટ્ર ઉન્નત પ્રગતિ કરે છે.

રાષ્ટ્રપતિ મુર્મુ દેશની મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં રુચિ ધરાવતી મહિલાઓને મહત્વની ભેટ આજે આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ સેન્ટરના નવા સહાસ એટલે કે હર સ્ટાર્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. 


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!