હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે નવલા નોરતાનો અંતીમ દીવસ છે. મહાપર્વ નવરાત્રીમાં મા જગદંબાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એવા મંદીર વીશે જણાવીશું જે અન્ય મંદીરો કરતા અલગ છે. આ મંદીર કેરળના પડક્કલ જીલ્લામાં આવેલ છે. આ મંદીર અન્ય મંદીરની સરખામણીમાં થોડું નાનું છે. આ મંદીર લગભગ 1500 વર્ષ જૂનું છે. આ મંદીરને લઈને ઈતીહાસમાં બે વાર્તા પ્રચલીત છે. જેમાં એક વાર્તા અનુસાર, એક રાક્ષસના આક્રમણથી બચવા માટે મા પાર્વતીજી નાસી રહ્યા હતા. ત્યારે એક તળાવમાં પડી ગયા હતા. તેમણે બંને હાથ ઉપર કરીને શીવજીને અવાજ કર્યો, ત્યારે ભગવાન શીવે આવીને રાક્ષસનો વધ કર્યો. ત્યાર બાદ પાણીની ઉપર રહેલા પાર્વતીજીના બે હાથ અહીં મૂર્તી તરીકે સ્થાપીત થયા હતા.
ત્યારે એક અન્ય વાર્તા અનુસાર, કલ્લેકુલંગરાના એક પૂજારી લગભગ 15 કીલોમીટર દૂર મલમપુઝાના અકમલાવરમ મંદીરમાં દરરોજ પૂજા કરતા હતા. જ્યારે તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમણે દેવી માતાને કોઈ વૈકલ્પીક રસ્તો શોધવા પ્રાર્થના કરી. ત્યારે એત દીવસ કલ્લેકુલંગરાના તળાવમાં સ્નાન કરતા સમયે તેમણે એક મહીલાને ડૂબતી જોઈ જેના બે હાથ જોવા મળ્યા હતા. જ્યારે સ્થાનીકો દ્વારા લોકોએ મહીલાને બચાવવાના પ્રયત્નો કર્યા ત્યારે તે એક મૂર્તી બની ગયા. બાદમાં લોકોએ તે જ બંન્ને હાથની મૂર્તીની સ્થાપના કરી. આ પ્રકારે આ મંદીર અસ્તીત્વમાં આવ્યું.
ત્યારે હેમાંબીકા મંદીર દેવીનાં મુખ્ય 4 અંબીકા મંદીરમાંથી એક છે, આ મંદીરની સ્થાપના ભગવાન પરશુરામે કરી હતી. અને અન્ય ત્રણ મંદીરોમાં એક મુકાંબીકા મંદીર ઉડુપીમાં છે, બીજું મંદીર લોકાબીંકા જે કેરળના કોડુંગાલુરમાં છે. અને ત્રીજું મંદીર બાલાંબીકા મંદીર કન્યાકુમારીમાં છે. આ ચાર મંદીરને અંબીકલાયમ કહેવામાં આવે છે. હેમાંબીકા મંદીર પલક્કટ્ટુસરી શેખરી વર્મા વલીયા રાજા હેઠળ હતું જેને માલાબાર દેવસ્વમ બોર્ડે પોતાના અધીકારમાં લીધું. હાલ પણ આ મંદીરમાં પલક્કટ્ટુસરી રાજાનો રાજ્યાભીષેક કરવામાં આવે છે. મંદીરના તળાવનું સમારકામ કરવામાં આવ્યું છે.