બારડોલી તા 3
દક્ષિણ ગુજરાત કો-ઓપરેટીવ બેન્કિંગ એસોસિએશન ની તાજેતરમાં મળેલી મિટિંગમાં બારડોલી ના જાણીતા અગ્રણી અને મેન ઓફ બેન્કિંગ તરીકે નવાજાયેલા સહકારી, સામાજિક, રાજકીય સહીત વિવિધ ક્ષેત્રોમાં સર્વસ્વીકૃત અગ્રણી એડ. ગૌતમભાઈ યુ. વ્યાસ ની દક્ષિણ ગુજરાત કો ઓપરેટિવ બેંક એસોસિએશન ના પ્રમુખ પદે નિમણૂક કરાઈ હોવાનું જાણવા મળે છે.
ગત ૩૮ વર્ષથી બારડોલી નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ના કર્ણધાર બની લોકાભિમુખ પારદર્શક વહીવટ નું ઉદાહરણ પુરૂં પાડતા ગૌતમભાઈ વ્યાસ હાલમાં બારડોલી નાગરિક સહકારી બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિત ઓલ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંકસ એન્ડ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ઓના એસોસિએશનના ડિરેક્ટર તરીકે કાર્યરત હોવા સાથે બારડોલી સહીત સુરત જિલ્લામાં વકીલ તરીકે પ્રખ્યાત વ્યક્તિત્વ જણાયા છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાત સહિત ૨૬ જેટલી કો-ઓપરેટિવ બેંકના એસોસિએશન SCOBA ના પ્રમુખ પદે તેમની વરણી થતાં બારડોલી પ્રદેશમાં આનંદ અને ગૌરવ અનુભવાયા હતા. પોતાની નવી નિમણૂક બાબતે પ્રતિભાવ દર્શાવતા ગૌતમભાઈ વ્યાસે નિમણૂક અને જવાબદારી વચ્ચે મોટો તફાવત હોવાનું જણાવતા દક્ષિણ ગુજરાતમાં સહકારી બેન્કોના લાખો સભાસદો નું હીત, સુચારૂ વહીવટ, ગ્રાહકો, થાપણદારો, વેપારીઓ વગેરે સાથેનો વ્યવહાર જેવી અનેક બાબતો રિઝર્વ બેંકના દાયરામાં વહીવટ જેવી અનેક બાબતો નો સમય એક પડકાર ગણાય પરંતુ દક્ષિણ ગુજરાતના સહકારી બેંકોના માળખામાં નવી દિશા અને નવી આશા સાથે વિકાસ થાય એવા પ્રયત્ન જરૂર રહેશે.