પાટણ વિધાનસભા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એ કૃષિ મંત્રીને પત્ર લખ્યો પાટણ વિધાનસભા ના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રીને પત્ર લખી હાલ ગુજરાતમાં રાયડા સહિતના વાવેતરની સિઝન ચાલુ હોવાથી તેમાં પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર ખૂબ જ જરૂરી હોવાથી અને એરંડાના પાકમાં પણ ડીએપીની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું કે , સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને અત્યારે ડીએપી ખાતર મળી શકતું નથી જેના કારણે ખેડૂતો સારી રીતે વાવેતર કરી શકતા નથી ડીએપી ખાતર વાવણી સમયે આપવાનું હોય છે જેથી વાવણી થયા પછી જો આ ખાતર મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી એમ કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું હતું તાત્કાલિક ધોરણે ડીએપી ખાતર મળે તેવી વ્યવસ્થા કરાવા માંગ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક ધોરણે ડીએપી ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા તેમણે પત્રમાં જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે , ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા ખેડૂતો અને વેપારીઓ સહિતના પ્રશ્નો અંગે રાજ્ય સરકારમાં અવારનવાર સક્રિય રજૂઆતો કરવામાં આવે છે