પાટણ મોજણી શાખાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા પાટણ મોજણી શાખાના લેન્ડ રેકર્ડ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ મામલે વિવિધ કાર્યક્રમો કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન બાદ પણ માગણીઓ સ્વીકારવામાં ના આવતા લેન્ડ રેકોર્ડ મંડળના કર્મચારીઓ મંગળવારથી આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા કર્મચારીઓની હડતાલને લઈ જિલ્લામાં રિસર્વે બિન ખેતી પ્રોપર્ટી રેકોર્ડ કાર્ડ તેમ જ ડ્રોનથી થતી સર્વેની કામગીરી ઠપ થવા પામી હતી ગુજરાત સેટલમેન્ટ કમિશનર નિયામક ગાંધીનગર કચેરી હસ્તકની લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારી મંડળ વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા 2018 થી વિવિધ મુદ્દાઓ મામલે સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં તેમની માગણીઓ સ્વીકારવામાં આવી નથી . ગત 23 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ દ્વારા શિષ્ટદાર , હેડ ક્લાર્ક , આસિસ્ટન્ટ ડી . ઇ . લે.રે સવર્ગ એકત્ર કરવા અંગેના હુકમો કરી વર્ગ -2 ની ભરતી વાળી ખાલી જગ્યાઓ ભરવા , લેન્ડ રેકર્ડ ખાતાના સિનિયર સન વર્ગના પગાર ધોરણમાં સુધારા બાબત જેવી વિવિધ માંગોને લઈ પેનડાઉન આંદોલન બાદ પણ સરકાર દ્વારા તેમની માગણીએ કરવામાં ના આવી હોય 3 ઓક્ટોબરથી જિલ્લાના 29 જેટલા કર્મચારીઓ કામથી અળગા રહી જિલ્લા મોજણી શાખા ખાતે એકત્ર થઈ સરકાર સામે તેમની માગણીઓ સ્વીકારવાની માગ સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હતા