ગુજરાત સરકાર દ્વારા આજે વડોદરાની ઘટના અંગે સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વડોદરામાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વાર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
આજે શહેરના દરજીપુરા એરફોર્સ પાસે એક કન્ટેનરના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા કારને ટક્કર મારી અને ત્યારબાદ રોંગ સાઈડમાં છકડા રીક્ષા સાથે અકસ્માત સર્જીને એરફોર્સની દિવસ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્મસાતમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ નિર્ણય લીધો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાને 50 હજારની સહાય આપવા અંગે જણાવ્યું છે. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે મૃતદેહોને છકડા રીક્ષાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
વડોદરામાં આજે થયેલા અકસ્માતમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતકોમાં 6 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકોના મોત નિપજ્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ કલેકટર એ.બી. ગૌર સયાજી હોસ્પિટલે દોડી ગયા હતા અને સારવાર રહેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા.