વિદ્યાર્થી અવસ્થામાં વ્યસનની ટેવ પડે તો આજીવન જોખમ સર્જાઈ શકે છે તેથી આ અવસ્થામાં વિદ્યાર્થીકાળથી વ્યસનથી દુર રહેવું હિતાવહ છે.નશાબંધી ના સમાહના બીજા દિવસે એસ.એમ જાડેજા કોલેજ કુતિયાણા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ દ્વારા નશાબંધી અને વ્યસન મુકિત વિષય પર વકતૃત્વ અને પોસ્ટર મેકીંગ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત સર્વધર્મ પ્રાર્થના થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ત્યાર બાદ ત્યાના વિદ્યાર્થીઓએ નશાબંધી અને વ્યસન મુકિત વિષય વકૃત્વ અને પોસ્ટર મેકીંગ સ્પર્ધા દ્રારા પોતાના વિચારો રજુ કર્યા હતા.
ત્યારબાદ કુતિયાણા પ્રાન્ત અધિકારી વાંદાએ પોતાના અનુભવો ઉપરથી વિદ્યાર્થીઓની હોસ્ટેલ લાઇફ તેમજ અન્ય ઉદ્યહરણ આપી વિદ્યાર્થીઓમાં કેવી રીતે કુટેવ / વ્યસન આવે જે માહિતી આપી અને તેમાં થી કેવી રીતે બચવું જે બાબત વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ દ્વારા નશાથી થતુ નુકસાન ઉદ્યહરણો દ્રારા સમજાવી અને કાયદા વિશે સમજ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વ્યશન નહીં કરવા તેમજ છોડાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ હતી. પ્રાન્ત અધીકારી વાંદાના સસ્તે ચાલવા જણાવ્યું. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સીપાલે નશાબંધી ખાતાનો આભાર માની આ બાબતે વિદ્યાર્થીઓ પાસેથી આશા રાખી હતી કે, નશાબંધી નીતીને અમારા વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા સહભાગી બની આગળ વધારશે એવી ખાતરી આપી હતી. અંતે નશાબંધી ખાતા તફરથી મહાનુભાવોના હસ્તે ઇનામનું વિતરણ કરવામાં આવ્યુ અને આભારવીધી રજુ કરી કાર્યક્મ સમામ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં કુતિયાણાના પ્રાન્ત અધિકારી વાંદા તેમજ નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ તેમજ એસ.એમ જાડેજા કોલેજના આચાર્ય નવધણ તેમજ ભુતિયા અને તેમનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.