26.3 C
Kadi
Wednesday, November 30, 2022

મંગળગ્રહની કોઈ પણ પ્રકારની નડતર તથા માંગલીક સમસ્યાના નિરાકરણ માટે ગુજરાતભર માંથી દર મંગળવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે : શ્રધ્ધાળુઓમાં અનેરી આસ્થા


ગુજરાત ખાતે એકમાત્ર પોરબંદરમાં જ આવેલું માતા મંગલેશ્વરી/મંગળ ગ્રહ મંદીર પ્રત્યે શ્રધ્ધાળુઓમાં અનેરી આસ્થા છે તથા મંગળગ્રહની કોઈ પણ પ્રકારની નડતર તથા માંગલીક સમસ્યાના નિરાકરણ માટે ગુજરાતભર માંથી દર મંગળવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે.આ મંદીરના પુજારી અને મેનેજીંગ ટ્રસ્ટી નિલેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, પુરાણ પ્રસિધ્ધ પોરબંદર શહેરમાં લોકવાયકા મુજબ લગભગ ७०० વર્ષે પુર્વે નાગાબાવાઓની આવેલી જમાતે મીઠી તળાવડી નજીક એક ગાયને જે જગ્યા ઉપર અભિષેક કરતી જોઈ ત્યાં તપાસ કરતા મહાદેવજીનું લિંગ  નિકળતા સ્વયં પ્રગટ શિવજીનો મહીમા વધારવા આ જગ્યાનું નામ દુધની સર ઉપરથી દુદાસર તરીકે સ્થાપના કરી જે પાછળગી દુધેશ્વર મહાદેવજીના નામે પ્રખ્યાત થયેલા.

પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલતા શ્રી દુધેશ્વર મહાદેવ મંદીરની જગ્યામાં જે પુરાણોકત દેવી માતા મંગલેશ્વરી તથા મંગળ ગ્રહના મંદીરો આવેલા છે. હિન્દુ માન્યતાઓ અનુસાર દૈવી ભાગવત નામના ગૂંથના ૯ માં સ્કંધના ૪૭ મા અધ્યાયમાં માતા મંગલેશ્વરીનું પુરાણોકત દેવી મંગલચંડીના નામે વ્યાખ્યાન છે.ત્રિપુરાસુરનો નાશ કરવા સમયે ભગવાન શિવજીએ સૌ પ્રથમ મા મંગલેશ્વરીની પુજા કરી પ્રસન્ન કરી અને ત્રિપુરાસુરનો નાશ કરેલો. દક્ષ રાજાના યજ્ઞનો નાશ કરી ભગવાન શિવ સતીના શબને ખભે ઉપાડી બ્રહ્માંડનું ભ્રમણ કરતા હતા ત્યારે તેની શકિત ઉજ્જૈનમાં પડી તે પૃથ્વી માતાએ ધારણ કરી ત્યારે પૃથ્વી પુત્ર મંગળની ઉત્પતિ થઇ હતી. તે મંગળે ઈષ્ટદેવી તરીકે મા મંગલેશ્વરીની પુજા કરી હતી. અને કાયમી ગ્રહ સ્થાન મેળવ્યું હતું.જન્મકુંડળીમાં મંગળદોષ હોય, સગપણ કે વિવાહમાં વિલંબ થતો હોય, મંગળ ગ્રહની કોઈ પણ પ્રકારની નડતર હોય તેવા સર્વે જાતકોએ મંગળ ગ્રહના મંગળ ગ્રહ પૃથ્વી પુત્ર કહેવાતો હોવાથી જેઓ જમીન, જમીનમાંથી નિકળતી નિપજતી વસ્તુઓ, ખનીજનો વેપાર કરતા હોય, જમીન લે-વેચ કરતા હોય, મકાન બાંધકામ કે મકાનની લે-વેચ કરતા હોય તે બધા લોકોએ પણ મંગળ ગહ તથા મંગલેશ્રવરીના દશન કરી આશીવાદ મેળવવા જાેઈએઈ


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!