અમદાવાદના બેકાબૂ ડમ્પર દ્વારા થયેલા ભયાનક માર્ગ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે સ્કુટી સવાર દંપતીને ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત થતાં જ ડમ્પરનો ચાલક અને ક્લીનર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાંથી સમગ્ર ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતના CCTV ફૂટેજ અમદાવાદના શેલા વિસ્તારના VIP રોડના છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ કારની પાછળથી સ્કૂટી પર પસાર થઈ રહ્યું છે, એવામાં, તેજ ગતિએ આવી રહેલું ડમ્પર તેને જોરથી ટકરાય છે અને આગળ માટીના ઢગલા સાથે અથડાઈને ડમ્પર અટકી જાય છે. ડમ્પરની ટક્કર લાગ્યા બાદ સ્કૂટી કાર સાથે અથડાઈ હતી.
ટક્કર બાદ ડ્રાઈવર અને ક્લીનર ફરાર
સીસીટીવી ફૂટેજમાં ડમ્પર ચાલક અને તેનો ક્લીનર સ્કૂટી સાથે જોરથી અથડાયા બાદ ડમ્પર છોડીને ભાગતા જોવા મળે છે. જ્યારે રસ્તા પર વાહનવ્યવહાર થંભી જાય છે અને લોકોના ટોળા એકઠા થઈ જાય છે. આ અકસ્માતમાં ડમ્પરે ટક્કર મારતાં દંપતી ગંભીર રીતે ઘવાયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ક્યારે અટકશે ડમ્પરથી થતા અકસ્માતો?
પોલીસે આ મામલે સીસીટીવીના આધારે રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી છે. સાથે જ અકસ્માતના આરોપી ડમ્પર ચાલકની શોધખોળ ચાલુ છે. અકસ્માતોની પૃષ્ઠભૂમિમાં જઈએ તો અમદાવાદમાં ડમ્પરો દ્વારા અવાર-નવાર અવાર-નવાર ઘટનાઓ બની રહી છે. પરંતુ હજુ સુધી પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.