મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા કર્મીઓની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે CMએ શસ્ત્ર પૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વિજયાદશમીનું આ પર્વ સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા કર્મીઓની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવીને લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.
આમ વિજય દસમી નિમિતે ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી. આજે વિજયા દસમી નિમિતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિજયા દસમી એ શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજન કરશે. ત્યારે મુખ્યમંત્રી એ પણ સૌ કોઈને વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી તેમજ વિજયા દસમી નિમિતે શસ્ત્ર પૂજન પણ કર્યું હતું.