પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજમાં કલાઈમેન્ટ ચેન્જ કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ હતી. ઉચ્ચ શિક્ષણ વિભાગના કલાઈમેટ ચેન્જ યુથ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત સ્લોગન કોમ્પીટીશન, ઈનોવેટીવ આઈડીયા, એસે કોમ્પીટીશન, ગૃપ ડીસ્કશન, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓનું રીપોટીંગ સરકારના કોજન્ટ પોર્ટલ પર તથા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત કલ્પનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કુબાવત હેમાંશી પ્રથમ, અંકીત ચુડાસમા દ્વિતીય તથા ઓડેદરા મનિષા તૃતીય સ્થાને રહ્યા હતા. કોલેજના પ્રાધ્યાપક સુલભાબેન દેવપુરકર, એમ.એન. વાઘેલા, કમલેશભાઈ ગોહેલ અને ચેતનાબેન બેચરાના માર્ગદર્શન હેઠળ સ્લોગન કોમ્પીટીશન યોજાઈ હતી.
તેમાં થાનકી કૃપાલી પ્રથમ, વાંદરીયા રાધીકા દ્વિતીય તથા કોડીયાતર રૂપીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાધ્યાપક રેખાબેન મોઢા, ગીતાબેન ઉનડકટ અને ભાવનાબેન કેશવાલાના માર્ગદર્શન હેઠળ ગૃપ ડીસ્કશન રાખવામાં આવેલ હતું. જેમાં થાનકી મહેક પ્રથમ, પાંડાવદર પાયલ દ્વિતીય અને ગરેજા રીયાને તૃતીય સ્થાન મેળવ્યું હતું. કોમ્પ્યુટર આવી હતી. જેમાં નકુમ બંસરી પ્રથમ, લોઢારી જેમીની દ્વિતીય અને સોનીગ્રા ધારા તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિષયો પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, વેસ્ટ મેનેજમેન્ટ, ઈલેકટ્રીક વ્હીકલ, જંગલો વગેરે હતા. આ તમામ વિજેતાઓને કોલેજના આચાર્ય ડો. કેતનભાઈ શાહ દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા.પ્રોગ્રામર ધીરુભાઈ ધોકીયાના માર્ગદર્શન હેઠળ ઈનોવેટીવ આઈડીયાની કોમ્પીટીશન રાખવામાં આવી હતી. જેમાં મોઢવાડીયા કિરણ પ્રથમ, મારૂ સોનાલી દ્વિતીય અને પરમાર કાજલ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ભાવિકાબેન ગોહેલ તથા લીલુબેન ઓડેદરાના અધ્યક્ષ સ્થાને નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં