રાધનપુર વિધાનસભાની બેઠક પર થી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવાના સંકેત પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે આપ્યા અને જીતે તેવી શુભેચ્છા પાઠવી પાટણ જીલ્લાના હારીજ તાલુકાના જસોમાવ ખાતે આવેલ રામદેવપીર મંદિર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શસ્ત્ર પૂજન માં હાજરી આપી હતી ત્યાર બાદ સી.આર.પાટીલે રાધનપુર વિધાનસભાની બેઠક પર થી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવાના છે તેવા સંકેત આપ્યા છે અને રાધનપુર વિધાનસભા માં અલ્પેશ ઠાકોરે જીતે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી જયારે તાજેતર માં રાધનપુર ખાતે યોજાયેલ મહિલા સંમેલનમાં પણ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હું કાર કર્યો હતો કે આ રાધનપુરના કોઈ અસામાજિક તત્વો મારાં રાધનપુરના કોઈપણ વ્યક્તિને રંજાડવાનો પ્રયત્ન કરશે તો ભાજપનો કોઈપણ કાર્યકર ચલાવી લેશે નહિ તમામ સમાજના લોકો અહીં હાજર છે , મને આશીર્વાદ આપજો , એક દીકરા અને ભાઈ તરીકે એ વખતે પણ આવ્યો હતો અને આ વખતે પણ દીકરા અને ભાઈ તરીકે આવ્યો છું દીકરા અને ભાઈ તરીકે આ વિસ્તારની સેવામા ક્યાય કચાસ નથી રાખવી જાન જોડી છે અને આમંત્રણ આપવા આવ્યો છું.જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો