મોરબીના જુના ઘૂટું રોડ પર તસ્કરોનો તરખાટ, ઓફીસ બહાર એસીના આઉટડોરમાંથી સામાનની ચોરી
મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે પોલીસની ધાક તસ્કરોમાં રહી ના હોય તેમ અવારનવાર ચોરીને અંજામ આપતા હોય છે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં જુના ઘૂટું રોડ પર આઠ જેટલી ઓફિસમાં એસીના આઉટડોરમાંથી વસ્તુની ચોરી કરવામાં આવી છે
મોરબીના સિરામિક ઝોન તેમજ હાઈવે વિસ્તારમાં આવેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં એસીના આઉટડોર બહારની સાઈડ હોય જેને નિશાન બનાવી તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં જુના ઘૂટું રોડ પર તાજેતરમાં આવી જ એક ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો એક સાથે આઠ ઓફીસના એસીના આઉટડોરમાંથી ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે
ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાં ચોરીના અનેક બનાવોમાં ફરિયાદ પણ નોંધવામાં આવતી નથી અને તસ્કરો માટે મોરબી જીલ્લો મોકળું મેદાન બની ગયું હોય તેમ મરજી પડે ત્યારે ચોરી કરી જતા હોય છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે