મોરબી: ચૂંટણી પૂર્વે બદલીનો દૌર શરુ, નગર પાલિકાના ચીફ ઓફિસરની હળવદ પાલિકામાં બદલી
વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અગાઉ પોલીસ બેડામાં PSI અને PIની બદલી કર્યા બાદ હવે મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ચૂંટણી સંદર્ભે આનુષંગિક કામગીરીને ધ્યાને લઈને અધિકારીઓની બદલીની કરવામાં આવી છે જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી હળવદ પાલિકામાં કરવામાં આવી છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતની વનગર પાલિકાઓમાં ફરજ બજાવતા કુલ 20 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાની હળવદ નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે જોકે તેમના સ્થાને હજુ મોરબી નગરપાલિકામાં નવા કોઈ ચીફ ઓફિસરની નિમણૂક થઈ નથી ત્યારે ચુંટણી પૂર્વે મોરબી નગરપાલિકાને નવા ચીફ ઓફિસર મળશે કે પછી ચાર્જથી ગાડું ગબડાવવામાં આવશે
વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અગાઉ પોલીસ બેડામાં PSI અને PIની બદલી કર્યા બાદ હવે મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ચૂંટણી સંદર્ભે આનુષંગિક કામગીરીને ધ્યાને લઈને અધિકારીઓની બદલીની કરવામાં આવી છે