આ વર્ષે દશેરા અને નવરાત્રીમાં વાહનોનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 35 જેટલા વાહનોનું વેચાણ વધ્યું છે. 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે. કોરોના બાદ વેચાણ થતા વેપારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં ગત દશેરા કરતા આ વર્ષે વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. વાહનોના શો- રૂમમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દશેરાએ શસ્ત્રપૂજા અને વાહનોની પણ પૂજા કરવામાં આવે છે. વળી નવા વાહનોની ખરીદી માટે પણ ખરીદારો આ જ દિવસ પસંદ કરતા હોય છે.
નવરાત્રીમાં પણ લોકો વાહનોની ખરીદી કરતા હોય છે. જેથી નવરાત્રીથી લઈને આજે દશેરા સુધીમાં પણ વાહનોનું વેચાણ વધ્યું છે. આજે દશેરા સુધીમાં 11,500 જેટલા 2 વ્હીલર અને 3500 ફોર વ્હીલર વેચાયા છે. ઈલેક્ટ્રીક વહીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે થોડો વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.