22.9 C
Kadi
Wednesday, November 30, 2022

ચાણસ્મા વિધાનસભા સભા બેઠક પર ધારાસભ્ય દિલીપ ઠાકોર દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો


પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા સભા બેઠક પર ધારાસભ્ય દિલીપ ઠાકોર દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહીત ચાણસ્મા વિધાનસભા બેઠક પર ના ઠાકોર સમાજ ના અગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા તો ધારાસભ્ય દિલીપ ઠાકોર અને ભરતસિંહ ડાભી ની શાકર તુલા કરવામાં આવી હતી તો આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે દિલીપ ઠાકોર ની જે સાકર તુલા થઇ છે તેની સાકર વહેંચી દેજો તેમ કહી ચાણસ્મા સીટ પર ચૂંટણી લાડવા માટે દિલીપ ઠાકોર ને સંકેત આપ્યા હતા તો બીજી તરફ રાધનપુર થી બીજી વાર પરણવાના નિવેદન ને લઇ ને સી આર પાટિલે અલ્પેશ ઠાકોર ને પાર્ટી ના સિનિયર નેતા કહી ને કટાક્ષ કર્યો હતો અને તે રાધનપુર થી ચૂંટણી લડે અને જીતે તેમ જણાવ્યું હતું સી આર પાટીલ દ્વારા દિલીપ ઠાકોર ની સાકર તુલા ની સાકર વહેંચી મો મીઠુ કરવા ના અડકતરી નિવેદન ને લઇ ધારાસભ્ય દિલીપ ઠાકોર ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મારી સાકર તુલા કરી હતી તેની સાકર વહેંચવાની વાત કરી હતી આ વિસ્તાર માં લોકો વર્ષો થી કોગ્રેસ ને માત આપી છે જેને લઇ આ વિસ્તાર ના લોકો ને સાકર ખવડાવી લોકો ના મો મીઠાં કરવાનું કહ્યું સાથે 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે તેથી માહોલ જોઈ ને કહ્યું કે શસ્ત્રો તૈયાર રાખજો કારણે મારો વિસ્તાર વર્ષો થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે સાથે કહ્યું કે ક્યારે પાર્ટી પાસે ટીકીટ માંગી નથી જો પાર્ટી ટીકીટ આપશે તો અમે લડીશું નહિતર પાર્ટી જેને પણ ટીકીટ આપે તેની સાથે રહી જીતાડવા માટે કામ કરીશું


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!