ગરવી ગુજરાત પાર્ટી તરફ થી પાટણ વિધાનસભાના ઉમેદવાર તરીકે જયંતિજી ઠાકોરની જાહેરાત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ , કોંગ્રેસ , આમ આદમી પાર્ટી સહિત અનેક સ્થાનિક પક્ષો પણ ઝંપલાવી રહ્યા છે . ત્યારે આગામી ગુજરાત વિધાનસભા -૨૦૨૨ ની ચૂંટણી માટે ગરવી ગુજરાત પાર્ટી તરફ થી પાટણ વિધાનસભાના ઉમેદવાર તરીકે પાટણ ના આર . ટી . આઈ એક્ટિવિસ્ટ જયંતીજી હીરાજી ઠાકોરને પાટણ વિધાનસભા માટે ટીકીટ ફાળવવામાં આવી છે જેને લઈ પાટણ વિધાનસભા ના ઉમેદવાર તરીકે જાહેરાત કરવા બદલ ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ ઠાકોરનો જયંતીજી ઠાકોરે આભાર વ્યક્ત કર્યો છે જો પાટણ વિધાનસભા માં સમાજ વાઈજ જ્ઞાતિ કરણ જોવા માં આવે તો પાટણ વિધાનસભા માં ઠાકોર સમાજ પ્રભુત્વ ધરાવે છે અને અગાઉ પણ ઠાકોર સમાજ નું સંમેલન યોજાયું હતું જેમાં પાટણ વિધાનસભા માં કોઈ પણ ઠાકોર સમાજ ના વ્યક્તિ ને ટિકિટ આપશે તે પક્ષ સાથે ઠાકોર સમાજ રહે છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું જેને લઈને ગરવી ગુજરાત પાર્ટી તરફ થી પાટણ વિધાનસભાના ઉમેદવાર તરીકે જયંતિજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી છે