પાટણ શહેર ની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા પર્વને લઈ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું પાટણ શહેર માં કર્મભૂમિ સોસાયટી ખાતે નવ દિવસ સુધી માતાજી ની આરાધના કરવામાં આવી હતી અને આજે દશેરાના દિવસે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ . 26 વર્ષથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર કર્મભૂમિ સોસાયટી ખાતે આજ રોજ દશેરા નો નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ . આ નવચંડી યજ્ઞ છેલ્લા 26 વર્ષથી કરવામાં આવે છે . ત્યારે આજે પણ નવલા નોરતા પૂર્ણ થયા બાદ દશેરાના શુભ દિવસે નવચંડી યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . ત્યારે આ સોસાયટીના રહીશ એવા સતિષ સ્વામી પરિવારે આ યજ્ઞની યજમાની નો લાભ લીધો હતો . માઁ દુર્ગાની પૂજા અર્ચના કરી આ પ્રસંગે સોસાયટી ના તમામ રહીશો યજ્ઞ વિધિમાં ખાસ હાજર રહી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરી હતી અને શ્રીફળ હોમી , માતાજીની આરાધના કરી , પ્રસાદ લઈ સર્વ સોસાયટી ના સભ્યોએ ધન્યતા અનુભવી હતી