પાટણ શહેર માં દશેરા નિમિત્તે રાજપૂત સમાજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરાયું પાટણ શહેરમાં વિજયાદશમી નિમિત્તે રાજપૂત સમાજ , વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા – વિધિ કરી પારંપારિક વિજ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી . વિજયા દશમી દશેરાનો દિવસ એટલે રાજપૂતોની આન , બાન અને શાનના રક્ષક હથિયાર , શસ્ત્રોનું પૂજનનો દિવસ છેક પાંડવ કાળથી ચાલી આવતી પરંપરાને આજે પણ રાજપૂત સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા રાજપૂત કુમાર છાત્રાલય ખાતે આજે વિજયાદશમીના પાવન દિવસે સવારે 9 વાગ્યે બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન અનુસાર પૂજન અને આરતી કરવામા આવી હતી તેમજ અલગ – અલગ શસ્ત્રોનું પૂજન કરવામા આવ્યું હતું અસુરી શક્તિ ઉપર વિજય મેળવીને દેશ અને દુનિયાનું કલ્યાણ થાય તેવી માઁ ભગવતી શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી . તેમજ સમાજમાંથી કુરિવાજો , અંધશ્રદ્ધા તેમજ વ્યસનો ત્યજીને રાજપૂત સમાજ વિશ્વમાં આગળ વધી લોકપાયોગના હંમેશા કાર્યો કરીએ તેવું ચિંતન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા કરવામા આવ્યું હતું . આ પ્રસંગે રતનસિંહ સોલંકી , ભેમુજી વાઘેલા , મદારસિંહ ગોહિલ , કે.એન.સોલંકી , જયદીપસિંહ વાઘેલા , નટવરસિંહ ચાવડા , વિક્રમસિંહ સોલંકી , વિજયસિંહ પરમાર , નરેન્દ્રસિંહ ઝાલા , વિક્રમસિંહ ઝાલા , મફાજી રાજપૂત , કુલદીપસિંહ ગોહિલ તેમજ મોટી સંખ્યામા રાજપૂત સમાજના યુવાનો હાજર રહ્યા હતા