ગીરગઢડાના ધોકડવા ગામને સી.એચ.સી.કેન્દ્રની માંગ..
ગીર ગઢડા તાલુકો બન્યો છે પણ અહીં હોસ્પિટલ લાવવા માટે અનેક સંસ્થાઓ ત્યારે અનેક રાજકીય નેતાઓ રજૂઆત કર્યા છે
ઊના ગીરગઢડા તાલુકામાં તાલુકા કક્ષાએ ૧૦૦ બેડની હોસ્પિટલ મંજુર થયેલ છે. જેનાથી તાલુકાના લોકોને તબીબી સારવાર માટે જિલ્લા કક્ષાની સુવિધાનો લાભ મળશે. ગીરગઢડા તાલુકા મથકનું સી.એચ.સી કેન્દ્ર આવેલુ છે. ધોકડવા ગામે પી.એચ.સી.કેન્દ્રની જગ્યાએ સી.એચ.સી. કેન્દ્ર ફાળવવામાં આવે તો તાલુકાના ધોકડવા ગામની વસ્તી અને આજુબાજુના વિસ્તારની દ્રષ્ટીએ પણ મોટુ ગામ હોય અને તેમજ આજુબાજુના ૩૫ ગામોના ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમજ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી સમાજના લોકો પણ તાલુકા મથક દૂર દૂર સુધી તબીબી સારવાર માટે જવું પડે છે. ત્યારે માલધારી સમાજ તેમજ આજુબાજુના લોકોના લોકોને દૂર જવું ન પડે અને નજીકના ઘોકડવા ગામમાં દર્દીઓને પુરતી સુવિધા મળી રહે તેને ધ્યાને રાખી આ વિસ્તારના ગામના લોકોની સમસ્યા દૂર કરવા ગીરગઢડા સી.એચ.સી. કેન્દ્ર આવેલુ છે તે ધોકડવા ગામને ફાળવવામાં આવે તેવી જીલ્લા પંચાયત સદસ્યએ રાજ્યના આરોગ્ય કેન્દ્ર મંત્રી કૃષિકેશભાઇ પટેલને લેખિત રજુઆત કરી હતી..