28.6 C
Kadi
Wednesday, March 29, 2023

ભિલોડા-વિજયનગર ધોરીમાર્ગ ઝીંઝુડી ગામ પર રિક્ષા-બાઈક વચ્ચે અકસ્માત, 2ના મોત


ભિલોડા – વિજયનગર ધોરીમાર્ગ પર ઝીંઝુડી ગામ પાસે રિક્ષા અને બાઈક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો, બે વ્યકિતઓના મોત નિપજ્યા

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં નવલી નવરાત્રી મહોત્સવ દરમિયાન અકસ્માતોનું પ્રમાણ એકા-એક વધતા વાહન ચાલકો ભયભીત થઈ ગયા છે.પોલીસ તંત્ર ધ્વારા લાલ આંખ કરવાનો સમય છે. છાશવારી બનતી અકસ્માતની ઘટનાઓને પગલે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તે જરૂરી છે.

ભિલોડા-વિજયનગર ધોરીમાર્ગ પર ઝીંઝુડી ગામ પાસે રાજ સ્ટુડિયો સામે રિક્ષા અને બાઈક ધડાકભેર ટકરાતા બે વ્યકિતઓના મોત નિપજતા તેઓના પરીવારજનો અને સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.મૃતદેહ પી.એમ અર્થે ખસેડાયા હતા.પોલીસે જીવલેણ અકસ્માતના બનાવ સંદર્ભે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ બુન્નાબેનના જણાવ્યા મુજબ હીરો સ્પલેન્ડર બાઈકના ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે બાઈક હંકારતા સામેથી આવતી રિક્ષાને ટક્કર મારતા અકસ્માત દરમિયાન બે વ્યકિતઓના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યા છે.રિક્ષામાં બેઠેલા મુસાફરોના શરીર પર ઈજાઓ પહોંચી હતી.જીલલેણ અકસ્માત સંદર્ભે વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના ચંદુભાઈ નિનામાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!