23.9 C
Kadi
Tuesday, March 28, 2023

સિહોર સહિત તાલુકાભરમાં ખૂબ ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક પરંપરાગત શસ્ત્રપૂજા યોજાઈ હતી. જિલ્લાના પોલીસતંત્રો દ્વારા હેડ ક્વાર્ટરમાં રિવોલ્વર,રાઈફલ, મશીનગન વગેરેની પૂજા કરાઈ હતી


વિજ્યા દશમીએ ભગવાન રામે રાસ્ત્રનો ધર્મરક્ષા માટે પ્રયોગ કરીને રાવણનો વધ કર્યો અને મા દૂર્ગાએ શસ્ત્રોથી અત્યાચારી અસુર મહિષાસુરનો વિનાશ નોતર્યો તે પ્રાચીન પ્રસંગોના સ્મરણ સાથે સિહોર સહિત તાલુકાભરમાં ખૂબ ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક પરંપરાગત શસ્ત્રપૂજા યોજાઈ હતી. જિલ્લાના પોલીસતંત્રો દ્વારા હેડ ક્વાર્ટરમાં રિવોલ્વર,રાઈફલ, મશીનગન વગેરેની પૂજા કરાઈ હતી તો રાજપૂત સમાજ સાથે અનેક સ્થળે અન્ય નાગરિકો દ્વારા પણ તલવાર,ભાલા સહિત પરંપરાગત શસ્ત્રોની શાસ્ત્રોક્ત પૂજા કરાઈ હતી. રજવાડાના સમયથી શસ્ત્રોની સાથે અશ્વની પૂજાની પરંપરા આજે પણ પોલીસ તંત્ર તથા રાજપૂત સમાજમાં જોવા મળી હતી. સિહોર સહિત જિલ્લામાં આજે દશેરાના દિવસે જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઠેરઠેર શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો તાલુકા મથક પર વસવાટ કરતા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આજે શસ્ત્રપૂજન કાર્ચક્રમ યોજવામાં આવ્યો હતો. શસ્ત્રપૂજન સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરબારગઢ ખાતેથી શોભાયાત્રા નીકળી મેઇન બજાર થઈ ટાઉનહોલ પોહચી હતી જ્યાં ઇનામ વિતરણ અને વિધાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અહીં ખાસ ભાવનગર નેક નામદાર મહારાજા યુવરાજ જયવીરરાજસિંહ સહિતના નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!