સાયલાના ધાંધલપુર ગામે હોસ્ટેલના પરિસરમાં સબ માર્કેટિંગ યાર્ડ શરૂ થતા 15 ગામોના ખેડૂતો માટે માલ વેચાણમાં રાહત જોવા મળશે. આ બાબતે શરૂઆતમાં 1200 મણની આવક જોવા મળી હતી અને ખેડૂતોને રૂ. 2121થી પોષમક્ષમ ભાવ મળી રહેતા છેવાડાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.
…સાયલાના માર્કેટિંગ યાર્ડમાં તાલુકાના અનેક ખેડૂતો કપાસ, તલ સહિતના તૈયાર પાકનું વેચાણ માટે આવે છે પરંતુ છેવાડાના 15 ગામોનાં ખેડૂતો માટે સાયલા મા.યાર્ડ 30 કિમીની ત્રિજીયામાં હોવાથી છેવાડાના ગામોને વાહન અને મજૂરીના રૂ. 2000 ખર્ચ અને એક દિવસ બગડવાના કારણે મુશ્કેલી જોવા મળતી હતી. આ બાબતે પૂર્વ સરપંચ રણછોડભાઇ રબારીએ સાયલા એપીએમસીને ધાંધલપુર ગામે સબ યાર્ડ શરૂ કરવાની રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં કપાસના વધુ વાવેતરના કારણે આવક અને ખેડૂતોને સારા ભાવ મળે તે માટે સયલા મા.યાર્ડના ચેરમેન આલભાઇ રબારી, નાજભાઇ, દેવાભાઇ, કાળુભાઇ, જીલુભાઇ સહિતના ડાયરેકટરો એ હાલમાં હોસ્ટેલના પરિસરમાં વિજય દશમીના દિવસે સબ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. સાયલા એપીએમસીના સેક્રેટરી રાજભા ડોડીયા અને વેપારી આંબાભાઇ રબારી, ઘનશ્યામભાઇ વડોદવાળા, સહિત વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજુબાજુના ગામોના ખેડૂતો માટે માલ વેચાણની શરૂઆતમાં 1200 મણની આવક જોવા મળી હતી અને ખેડૂતોને રૂ. 2121થી પોષમક્ષમ ભાવ મળી રહેતા છેવાડાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.