પાટણ જીલ્લા ના રાધનપુર શહેર ખાતે બાલીકા પુજન કાર્યકમ યોજાઓ રાધનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા બાલિકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો ગોકુળપૂરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નાની નાની બાલિકાઓનું વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવ્યું ત્યારે આખું વાતાવરણ જાણે વૈદિક યુગ જેવું થઈ ગયું હતું ભારત વિકાસ પરિષદના પ્રમુખ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ . સી.એમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો નવદુર્ગાના સ્વરૂપ સમાન નવ નવ બાલિકાઓને ઊંચા આસન ઉપર બેસાડી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે એમના જમણા પગનું કુમ કુમ તિલક , ચોખા અને પુષ્પ દ્વારા પૂજન કરી ઉચિત ભેટ આપવામાં આવી હતી 60 બાલિકાઓ નવ નવના સ્થાને બેસાડી તેમજ ૪૦ બુટુકોનું પૂજન કરી ઉત્સવ ઉજવાયો હતો ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉ.સી.એમ.ઠક્કરે ઉપાસના પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી ભારતીય સંસ્કૃતિને વંદન કર્યાં હતાં ડૉ.સુરેશ 1 ઓઝાએ ભારતની સંસ્કારિતા અને સહજતા વિશે છણાવટ કરી હતી ભારત વિકાસ પરિષદના સક્રિય બહેનોમાંથી પ્રાંત સંયોજીકા ધરતીબહેન , આરતીબેન , અલકાબહેન , બિનાબહેન ,. મનીષાબહેન , ઉર્વશીબહેન સહીત બહેનોએ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર ટેવતા વાક્ય પંક્તિને સાર્થક કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મેહુલ જોષીએ કર્યું હતું શાળાના આચાર્ય રણછોડજી તથા વિનોદભાઈ પ્રજાપતિએ સહયોગ આપ્યો હતો મહિલા સંયોજીકા કવીતાબેન રાવલ , નિકીતાબેન દરજી , પુજાબેન વનજાની , યોગીનીબેન તેમજ રીનલબેન ઠક્કરે શુભેચ્છા પાઠવી હતી