દાહોદ શહેરને જ્યારથી સમાર્ટસીટીનો દરજ્જો મળ્યો છે. ત્યારથી આજ સુધી અનેકવાર સ્વચ્છતા અભીયાનો હાથ ધરાયા છે. એટલું જ નહિ ગંદકી અંગે જાગૃતા ફેલાવવા કરોડ઼ોનો ખર્ચ થયાં હોવાનું તંત્રના ચોપડે દર્શાવ્યું છે. ત્યારે હજુ સુધી દાહોદ ગંદકીમુક્ત બન્યો નથી. એ કોની નિષ્ક્રિયતા સૂચવે છે.? એક તરફ ભૂગર્ભ ગટર સંપૂર્ણ પણે કાર્યરત થઈ શકી નથી. તેમ છતાય કેટલાક વિસ્તારમાં ઓપન ગટરો બંધ કરવાનું કાર્ય દાહોદ નગર પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયું છે. કારણ ગમે તે હોય પરંતુ ભૂગર્ભ ગટરની સંપૂર્ણ કેપિસિટી મુજબ કાર્ય ન થવાથી કે ઓપન ગટર ઢાંકવાથી હાલમાં ઠેર-ઠેર ખુલ્લી ગટરો તેમજ ભૂગર્ભના ઢાંકણાઓમાંથી ગંદુ પાણી શહેરના રાજમાર્ગો તેમજ ગલીયારાઓમાં ઉભરાતા જોવા મળી રહ્યા છે.
દાહોદ સ્માર્ટ સીટીની સ્માર્ટનેસ ખોવાઈ..?તંત્ર સાથે પ્રજા પણ લાપરવાહ..?ઉતારતો જતો સ્વછતા સર્વેક્ષણ નો ગ્રાફ:દાહોદને ક્યાં લઇ જશે
શહેરમાં ગંદકીના દ્રશ્યો સર્જતા આ બનાવો માટે પ્રજા તંત્ર સામે તેમજ તંત્ર પ્રજા સામે આંગળી ચીંધી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ પરિસ્થતિ માટે જવાબદાર કોણ..?
શહેરમાં ફેલાતી ગંદકી માટે જો ખુબ જ નિખાલસ પણે વિચારીયે તો આ માટે જવાબદાર વહીવટી તંત્ર સત્તાઘીશો, સફાઈકર્મીઓ અને આપણે સૌ એટલે કે પ્રજાજનો રૂપી ત્રિકોણ હોવાનું નથી લાગતું.?? આ ત્રણેય ખૂણાઓની ઉદાસીનતા અથવા જાગૃતતાના અભાવ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. આમ જોઈએ તો પાલિકાના જવાબદારોનું સફાઈતંત્ર પર પકડ મજબૂત ન હોવાનું, સફાઈ કર્મીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ ગમે તે કહો જ્યાં ત્યાંનો કચરો ગમે ત્યાં ડમ્પીંગ કરી ખુલ્લી ગટરમાં પધરાવી દેવાની નીતિરીતિ પણ એટલી જ જવાબદાર છે. તો બીજી તરફ પ્રજાજનો પણ પોતાના નિવાસસ્થાન તેમજ વ્યવસાયિક સ્થાનોનો કચરો પણ આડેધડ જાહેરમાં ફેંકી દેતા હોવાના કિસ્સાઓ પણ તેટલાં જ જવાબદાર છે. એટલે એમાં ખાણી પીણીની લારીઓ પણ જવાબદાર ગણી શકાય, ત્યારે સ્માર્ટ સીટી તરીકે ઘોષિત થયેલું દાહોદ શહેર હાલ ભલે ડર્ટી સીટી બની રહ્યું છે. તે ક્યારે અને કેટલા સમયમાં દ્રષ્યવાન દાહોદ બનશે.?તે આપણા સૌની નિષ્ઠા અને કર્તવ્ય પર આધાર છે. પરંતુ ગંદકી પ્રત્યે તંત્રના જવાબદારો સાચા અર્થમાં સક્રિય થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવાની અત્યંત આવશ્યકતા છે. તો એ તરફ વહીવટી તંત્ર અને પાલિકા તંત્ર ઘતું કરશે ખરી તે જોવું રહ્યું..