દાહોદ શહેરના જય માતાજી ગ્રુપ દ્રારા નવરાત્રી નવ દિવસ દરમિયાન ગરબે રમ્યા બાદ આજરોજ દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ઠેર ઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ રામ અને રાવણના પાત્રો દ્વારા નાટકો પણ ભજવવામાં આવ્યા હતા.
અસત્ય પર સત્યની વિજયની પ્રતીક સમા દશેરા પર્વ નિમિત્તે દર વર્ષે દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. ત્યારે દાહોદના ગોદી રોડ ખાતે જય માતાજી ગ્રુપ દ્રારા રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે કોરોના કાળમાં તહેવારોને બ્રેક લાગી ગયા હતા. જોકે આ વર્ષે પરિસ્થિતિ સામાન્ય થતા ત્રણ વર્ષ બાદ યોજાયેલા રાવણના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દાહોદ શહેરમાં પરેલ ફ્રી લેન્ડગંજ વિસ્તાર,સી.સાઈટ, ગોદી રોડ ,ગોવિંદ નગર ગુજરાતી વાડ જેવા વિસ્તારોમાં ઠેર-ઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે શહેરના જુદા જુદા વિસ્તારની શેરીઓમાં પણ નાના ભૂલકાઓ દ્વારા રાવણનું પૂતળું બનાવી રાવણ દહન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોએ હર્ષો ઉલ્લાસની સાથે ભાગ લીધો હતો હર્ષો ઉલ્લાસ થી બાઘ લીધો