દાહોદ માં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ફક્ત ૧ છે. પરંતુ ૫ વર્ષ માં ૫૩૯૪ અબોલ પશુઓ માટે સંજીવની જડિબુટ્ટી સાબિત થઇ છે
દાહોદ જિલ્લાના શહેરી વિસ્તાર માટે ની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRI ની કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962. આ સેવા ને આજ રોજ આખા ગુજરાત માં ૫ વર્ષ પૂર્ણ થયાં, અને આ ૫ વર્ષ માં અબોલ અને બિનવરસી અને નિરાધાર પશુ ઓ ની નિઃશુલ્ક સારવાર કરી ૫૩૯૪ પશુ અને પક્ષી ઓ ના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા. તો આ નિમિતે જિલ્લા પંચાયત પશુપાલન કચેરી દ્વારા કરુણા એમ્બ્યુલન્સ ના વેટરનરી ર્ડો.દર્શન ડામોર સાથે તેમના પાયલોટ સતીષ આડ અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી અશોક જાંગીડ અને જિલ્લા પશુપાલન નાયબ નિયામક (ઘ.મ.વિ.ગ)ડૉ.મહેતા સાહેબ, ર્ડો.જોષીયારા સાહેબ,ર્ડો. પાંડોર સાહેબ અને ડૉ.શાહ સાહેબ અને બાકી તમામ સભ્યો ની ઉપસ્થિતિ મા ૫ વર્ષ પુરા થયા ની ઉજવણી કરવામાં આવી હતી. *આ ૫ વર્ષ દરમિયાન દાહોદ ના સિટી વિસ્તારો માં એનિમલ દીઠ* (1) કુતરા-૩૫૧૬ (2) ગાય-૧૧૯૨ (3) બિલાડી-૧૨૩ (4) કબૂતર-૧૭૩ (5) મોર-૦૬ અને ૩૮૪ અન્ય પશુ અને પક્ષી ઓ ની સેવા કરી હતી. *આ ૫ વર્ષ દરમિયાન દાહોદ ના સિટી વિસ્તારો માં રોગ દીઠ* (1) એકસિડેન્ટ- ૭૩૭ (2) ઘવાયેલ- ૨૨૧ (3) ડોગ બાઈટ-૩૪૦ (4) ડરમિટાઇસ-૧૮૫ (5) લેમનેસ્- ૬૪૪ (૬) અન્ય – ૩૨૬૭ ને સેવા આપીને અબોલ પશુઓના જીવ બચાવા મા આવ્યા છે.