તારીખ .૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩મા તબક્કાનું દાહોદ માં આયોજન અંગે કલેક્ટરશ્રી ડો હર્ષિત ગોસાવીની અઘ્યક્ષતામાં બેઠક યોજાઇ
ક્લેક્ટર ડો હર્ષિત ગોસાવી એ જણાવ્યું છે કે, આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન નવજીવન આર્ટ્સ એંન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે સમય ૧૦: ૦૦ થી ૧૧:૦૦ કલાક નો રાખવામાં આવ્યો છે.
કલેક્ટર શ્રી એ જણાવ્યું કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. જી. પાંડોર, પ્રાયોજના વહીવટદાર શ્રી એસ. જે . પંડ્યા સહિત અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં તમામ અધિકારીઓની ઉપસ્થિતતી માં બેઠક યોજાઈ હતી હતી