વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનીક કોલેજોના અધ્યાપકો તા. ૧૨-૦૯-૨૦૨૨ થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપી રહ્યાં છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અધ્યપકોના પ્રશ્નોનું નિરાકરણ આવે છે પરંતુ ટેકનીકલ શિક્ષણના અધ્યપકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી કે નિરાકરણ લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો નથી જેથી સરકારી પોલિટેકનીક કોલેજોના અધ્યાપકોમાં ભારોભર નિરાશા વ્યાપેલ છે.
તા.૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૨થી આજદિન સુધી નિયામકશ્રીની કચેરી, અગ્ર સચિવશ્રીની કચેરી કે સરકારશ્રી દ્વારા અધ્યાપકોના પ્રશ્નો પ્રત્યે કોઈ પણ જાતની સંવેદના દાખવવામાં આવેલ નથી. આ ઉપરાંત તમામ સંલગ્ન કચેરીઓ, વિભાગો તથા સરકારશ્રીના અસંવેદનશીલ અને અમાનવીય વલણ અને તદ્દન નકારાત્મક અભિગમના પરિણામે અધ્યાપકોના પ્રશ્નો બાબતે કોઈ જ કાર્યવાહી પણ કરવામાં આવેલ નથી. આથી આવા સરકારશ્રીના અમાનવીય, ભેદભાવ ભરેલા અને અસંવેદનશીલ અભિગમ અને કાર્યરીતીને કારણે સરકારી પોલિટેકનીક કોલેજોના અધ્યાપકો તા.૧૧-૧૦-૨૦૨૨ ને મંગળવારના રોજ પ્રતિક ઉપવાસ કરી પોતાની નારાજગી વ્યક્ત કરવાની ફરજ પડી રહી છે.
વધુમાં જો સરકારશ્રીનું આવુ નકારાત્મક અને અસંવેદનશીલ વર્તન બદલાશે નહી તો એક અઠવાડીયા પછી રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનીક કોલેજોના અધ્યાપકોને અચોક્ક્સ મુદ્દત સુધી તમામ પ્રકારની કામગીરીથી અળગા રહેવાની ફરજ પડશે જેના માટે કચેરી અને સરકારશ્રીની ભેદભાવ ભરેલી અને અસંવેદનશીલ નીતીરીતી જવાબદાર રહેશે જે બાબતને ધ્યાને લેવા વિનતી.
તા. ૧૧-૧૦-૨૦૨૨ ને મંગળવારના રોજ રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનીક કોલેજો ખાતે તમામ અધ્યાપકો દ્વારા પ્રતિક ઉપવાસ.
તા. ૧૧-૧૦-૨૦૨૨ થી એક અઠવાડીયા પછી પણ પડતર પ્રશ્નોનુ કોઇ સુખદ નિરાકરણ નહી આવે તો રાજ્યની તમામ સરકારી પોલિટેકનીક કોલેજોના અધ્યાપકોને અચોક્ક્સ મુદ્દત સુધી તમામ પ્રકારની (ચૂંટણી સિવાયની) કામગીરીથી અળગા રહેશે.