34.2 C
Kadi
Wednesday, March 29, 2023

મુક્તાએ2 સિનેમાએ અમદાવાદમાં વિશિષ્ટ લક્ઝરી સિગ્નેચર સિનેમાનો પ્રારંભ કર્યો, દશેરાના શુભ અવસર નિમિત્તે છ નવી સ્ક્રીન લોંચ કરી


ગુજરાતના અમદાવાદમાં નવી લોંચ કરાયેલી સિગ્નેચર પ્રોપર્ટી છ સ્ક્રીન ધરાવે છે અને તે 547 મહેમાનોને સમાવી શકે છે. આ પ્રોપર્ટી હાર્કનેસ 3ડી સ્ક્રીન, 2કે-લેઝર પ્રોજેક્ટર અને સરાઉન્ડ સાઉન્ચ જેવી સુવિધાથી સજ્જ છે, જે પ્રત્યેક દર્શક માટે ઉત્કૃષ્ટ અને બેજોડ મૂવી એક્સપિરિયન્સ સુનિશ્ચિત કરશે. આ નવી પ્રોપર્ટી લાઉન્જર બેડ, રિક્લાઇનર્સ અને સોફા સહિતની શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા દ્વારા દર્શકોને આનંદદાયક અને અનુકૂળ અનુભવ આપશે. વધુમાં દર્શકો વિશિષ્ટ ફૂડ અને બેવરેજના વિકલ્પો સાથે સ્વાદિષ્ટ વાનગીઓની પણ મજા માણી શકશે. તેનો ઉદ્દેશ્ય મહેમાનોને ફ્રેશ અને લાઇવ કિચન અને ફૂડ વિકલ્પો દ્વારા અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાનો છે, જે ઇન-હાઉસ શેફ દ્વારા તૈયાર કરાશે.

આ પ્રોપર્ટીના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં મુક્તા આર્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ પુરીએ જણાવ્યું હતું કે, “અમે 05 ઓક્ટોબરથી અમદાવાદમાં રિટેઇલ પાર્ક ખાતે દર્શકોનું સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ. છ સ્ક્રીન ધરાવતી અમારી પ્રોપર્ટી 547 લક્ઝુરિયસ સિટિંગ સાથે રિક્લાઇનર્સ અને સોફા, ડોલ્બી એટોમ્સ સાઉન્ડ સિસ્ટમ, 2કે પ્રોજેક્શન અને લેઝર પ્રોજેક્ટ સહિતની સુવિધાઓથી સજ્જ છે તેમજ હાર્ડનેસ સ્ક્રીન મૂવી જોવાના અનુભવમાં વધારો કરવા ડિઝાઇન કરાઇ છે. મૂવી જોવા ઉપરાંત વિવિધ ફૂડ ઓફર કરવા લાઇવ કિચનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે. અમારું મક્કમપણે માનવું છે કે ફિલ્મો મોટી સ્ક્રીન માટે બનાવવામાં આવે છે અને અમે અમારી ઉપસ્થિતિમાં સતત વિસ્તાર કરતા રહીશું, જેથી મહેમાનો સિનેમામાં મૂવી જોવાનો બેજોડ અનુભવ પ્રાપ્ત કરી શકે.”

મુક્તાએ2 સિનેમાના સીઓઅઓ સાત્વિક લેલેએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરના લોકોએ અમને અપાર પ્રેમ તથા અમારા સિનેમા બિઝનેસની ભાવિ વૃદ્ધિ અને વિસ્તરણ માટે તકો આપી છે. ટીઆરપી, બોપલ ખાતે મુક્તાએ2 સિનેમાની છ સ્ક્રીન ધરાવતી પ્રોપર્ટી શરૂ કરતાં અમદાવાદમાં અમારી ઓપરેશનલ સ્ક્રીન 16 થઇ છે તથા આગામી સમયમાં વધુ છ સ્ક્રીન ઉમેરાશે.” સિનેમા 05 ઓક્ટોબરથી કમર્શિયલ કામગીરી માટે શરૂ કરાયું છે. આ લોંચ સાથે મુક્તાએ2 સિનેમાએ 24 પ્રોપર્ટીઝ અને 62 સ્ક્રીનની ઉપસ્થિતિ હાંસલ કરી છે. (તેમાં ચિત્તોડગઢની ત્રણ સ્ક્રીન સામેલ નથી).


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!