ચોમાસા બાદ રોડને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ લોકોની નારાજગી જોવા મળી રહી છે. કેમ કે, ચોમાસું પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે હજુ સુધી રોડ રસ્તાના ઘણા કામો બાકી જ રહી ગયા છે. 15 સપ્ટેમ્બર આસપાસ શહેરના તમામ ખાડાઓ પુરવા માટે વાયદો કોર્પોરેશન તરફથી અપાયો હતો. ત્યારે હવે દિવાળી બાદ પણ રોડ રસ્તાના કામો ચાલશે.
દિવાળી પછી શહેરીજનોને નવા રોડ રસ્તાઓ મળશે. દિવાળી પછી 30 ઓક્ટોબર સુધીમાં રોડ રસ્તાના કામો થશે. તેમ એએમસીના પદાધિકારીઓ તરફથી બાંહેધરી આપવામાં આવી રહી છે. આ વખતે ચોમાસામાં નબળા રોડની કામગિરીની પોલ ખુલી ગઈ હતી ત્યારે જે તે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવવામાં આવે છે તેમની તક્તી મુકવામાં કહેવામાં આવ્યું હતું. પરંતુ અગાઉ પણ તક્તીઓ મુકાઈ હતી જેનો કોઈ ફર્ક નહોતો પડ્યો ઉપરથી લોકો તેમના ઘરે લોખંડની તક્તીઓ લઈ ગયા હતા.
ત્યારે કોર્પોરેશનની 175 રોડની કામગિરી ચાલી રહી છે પરંતુ રોડ રસ્તાના કામો દિવાળી પહેલા જે પૂર્ણ થવા જોઈએ તે હજુ સુધી ના થતા ફરીથી સ્ટેન્ડીંગ ચેરમેને 30 ઓક્ટોબર સુધીમાં રોડ બનશે તેવી બાંહેધરી આપી છે. રસ્તા પર પડેલા ખાડામાં શહેરીજનોને મુક્તિ આપવામાં આવશે. અત્યારે અમદાવાદ શહેરમાં 3500થી 4500 મેટ્રીક ટનનું કામ થઈ ચૂક્યું છે. 175 રોડના કામના વર્ક ઓર્ડર ટેન્ડરીંગ પ્રક્રીયા પૂર્ણ થઈ છે જેના ભાગે કામ ચાલું છે. 175 રોડ જે આઈડેન્ટી થયા છે ત્યાં આ કામગિરી પૂર્ણ કરાશે. તેમ એએમસી તરફથી જાણકારી પ્રાપ્ત થઈ હતી.