હાંસોટ ના ઉત્તરાજ ગામ નજીક ભાડભુત બેરેજ યોજના પાસે યુવાન ડૂબ્યો,મૃતદેહને બાહર કઢાયો
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા માંથી પસાર થતી નર્મદા નદીમાં અવારનવાર ડૂબી જવાથી મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં વધુ એક ઘટના આજે સામે આવી છે,જેમાં એક વ્યક્તિ નું નર્મદા નદીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું, હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ નજીક ચાલી રહેલ ભાડભૂત બેરેજ યોજના પાસે હાંસોટ ના રામનગર વિસ્તારમાં રહેતા ભીખા ભાઈ મિસ્ત્રી નામક યુવક નું નર્મદા નદીના વહેણમાં ડૂબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું,
જે બાદ ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર ફાયટરોએ કરાતા ફાયર ના જવાનોએ નદી વચ્ચે થી મૃતકની લાશ ને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાહર કાઢી હતી, હાલ સમગ્ર ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે મૃતક ની લાશ નો કબ્જો લઇ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે,
હાલ આ યુવક કંઈ રીતે ડૂબ્યો અથવા પગ લપસી જતા ઘટના બની છે કે કેમ તે અંગેના કારણો સામે આવી શક્યા નથી,જોકે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે,