28.6 C
Kadi
Wednesday, March 29, 2023

થાનગઢમાં કરોડો રૂપિયાનો ટેક્ષ ચુકવતા આ શહેરનાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નાગરીકો રસ્તા,પાણી, રેલ્વે-બસ જેવી અપુરતી સુવિધા અને સમસ્યાઓથી ત્રસ્ત બની ગયા


ઝાલાવાડની સિરામીક નગરી થાનગઢમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલી બની છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટેક્ષ ચુકવતા આ શહેરનાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નાગરીકો રસ્તા,પાણી, રેલ્વે-બસ જેવી અપુરતી સુવિધા અને સમસ્યાઓથી ત્રસ્ત બની ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.

….આ અંગે મળતી માહિતી મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની ટેક્ષની આવક આપતા ઔદ્યોગીક શહેર થાનગઢમાં આજે અનેકવિધ સમસ્યાઓના ગંજ ખડકાતા સ્થાનીક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થાનગઢમાં ઉદ્યોગોને ઈંધણ તરીકે અપાતા ગેસના ભાવમાં વારંવાર ભાવવધારા કરવામાં આવતા ઉદ્યોગોને માઠી અસર થઇ છે. ઉદ્યોગપતિઓએ આ અંગે સરકારમાં રજુઆત કરી છે. પણ સ્થાનીક નેતાઓએ એક પણ વાર ભાવ વધારો પાછો ખેંચવા રજુઆત કરી નથી. થાનગઢની બીજી ગંભીર સમસ્યા બિસ્માર રસ્તાઓની છે. જેમાં સિરામીક કારખાનાઓમાં ભારે વાહનોની અવરજવરથી મોટા ભાગના રસ્તાઓ ભયજનક રીતે બિસ્માર થઈ ગયા છે. ઠેર ઠેર ગાબડાઓથી અકસ્માતની દહેશત રહે છે. થાન નગરપાલીકા દ્વારા રસ્તાઓનું સમારકામ પણ કરવામાં આવતુ નથી. એમાય સમસ્યાઓનો સીલસીલો આટલેથી અટકતો નથી. થાનગઢ ઉદ્યોગનગરી હોવાથી દેશ વિદેશ સાથે વેપારથી સંકળાયેલો છે. સમગ્ર દેશમાંથી વેપારીઓ અહીં આવે છે. ઉદ્યોગપતિઓને પણ બહારગામ જવુ આવવુ પડે છે, પણ કમનસીબે થાનમાં રેલ્વેની ટ્રેનોના પુરતા સ્ટોપેજ નથી કે, એસ.ટી.બસોની પણ પુરતી વ્યવસ્થા નથી. વધુમાં બહારગામ જવા આવવા માટે ખાનગી વાહનની જોખમી મુસાફરી કરવી પડે છે. સૌરાષ્ટ્ર મેઈલનો થાન આવવાનો ટાઈમ બદલવામાં આવે તેવી માંગ ઘણા સમયથી ઉઠી છે. પણ રલવે તંત્ર આ લોકમાંગ ઉપર ગંભીરતાથી ધ્યાન આપતુ નથી. આ ઉપરાંત થાન-ચોટીલા રોડ ઉપર અવાલીયા ઠાકર પાસેના વળાંકમાં અવારનવાર ગોઝારા અકસ્માતો સર્જાય છે.થાનગઢના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સ્થાનિક જનતા કહે છે કે, ઉદ્યોગનગરી હોવા છતાં થાનના વિકાસ પ્રત્યે સરકાર અને સ્થાનીક તંત્ર નિષ્ક્રિય હોય તેવુ લાગે છે. થાનગઢની જનતા સમસ્યાઓના ગંજથી વાજ આવીને સ્વયંભુ આંદોલન કરે તે પહેલા સ્થાનીક નેતાગીરી થાનગઢના પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય બને તેવી લાગણી અને માંગણી છે.

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!