25.9 C
Kadi
Thursday, March 30, 2023

નેત્રંગના કોટવાળિયાએ બનાવેલી વાંસની બનાવટો અદાણી ગ્રુપના ગ્રામ ભારતીમાં પ્રદર્શિત થઈ


નેત્રંગના કોટવાળિયાએ બનાવેલી વાંસની બનાવટો

અદાણી ગ્રુપના ગ્રામ ભારતીમાં પ્રદર્શિત થઈ
 
 અદાણી ગ્રુપના ગ્લોબલ કોર્પોરેટ હાઉસ, અમદાવાદ ખાતે ગ્રામ ભારતી પ્રદર્શનનું અયોજન થયું હતુ. આ પ્રદર્શનમા ભરૂચના નેત્રંગ તાલુકાના અંતરિયાળ એવા હાથાકુંડી ગામનાઆદિમ જુથ કોટ્વાળીયા સમુદાયના ‘જય દેવમોગરા મા ગ્રુપ’ની બહેનોએ ભાગ લીધો હતો. વાંસમાથી બનાવેલી એમની બનાવટોએ પ્રદર્શનમા ખાસ્સું આકર્ષણ જગાવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન,દહેજના સહયોગથી અમદાવાદ પહોચેલા આદિમ જુથના વાંસ કલાકારો સાથે અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી ડૉ.પ્રીતિબહેન અદાણી સાથે ગોષ્ઠી કરવાનો અવસર પણ મળ્યો હતો. અદાણી દંપતીએએમની કલાને બિરદાવીને એમને પ્રોત્સાહક ઈનામ આપ્યા હતા અને એમની પાસેથી ખરીદી કરી હતી. 
 
               ગ્રામ ભારતી પ્રદર્શનમા અલગ- અલગ રાજ્યોમાથી સ્વસહાય જુથ મહિલાઓ દ્વારા તૈયાર થેયેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામા આવ્યુ હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, તમિલનાડૂવગેરે રાજ્યના સ્વસહાય જુથના એવા બહેનો જેઓ અદાણી ફાઉન્ડેશન સહયોગથી વ્યવસાય શરૂ કર્યો હોય કે પગભર થયા હોય એમણે ભાગ લીધો હતો. જેમા નેત્રંગ તાલુકાનાહાથાકુંડી ગામના આદિવાસી બહેનોના ગ્રુપ જે વાંસના હસ્તકલા બહુ સારા કલાકાર છે એમણે ભાગ લીધો હતો. હસ્તકળાની વસ્તુઓ તેઓ બનાવતા પરંતુ તેમની પાસે પોતાનું બજાર નથી અને તેઓ ટ્રીફ્ડ (આદિજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ) પર આધારિત છે. તેઓ મિશન મંગલમ સાથે નોંધાયેલા ન હતા જે નોંધણી પ્રક્રિયામાં અદાણી ફાઉન્ડેશન, દહેજદ્વારા મદદ કરવામાં આવી હતી. 
     આ આદિવાસી બહેનો ફ્લોર સાદડીઓ, યોગ સાદડીઓ, ટેબલ સાદડીઓ, ટેબલ રનર, કોસ્ટર, કર્ટેન્સ, ફર્નિચર, શોલ્ડર બેગ, પર્સ, દાગીના, મેગેઝિન હોલ્ડર, કટલરી ટ્રે, ફળની ટ્રે, બોક્સ, ડબ્બા , બાસ્કેટ, લેમ્પ્સ, ટેબલ ઘડિયાળો જેવી વસ્તુઓ બનાવે છે. અદાણી ફાઉન્ડેશનને ભરુચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિમ જુથ કોટવાડીયા સમુદાય અને એમની કળા વિશે માહિતી મળી હતી. એ પછી વાંસની આ કળાને બજાર મળે એ માટે મદદ અને પ્રોત્સાહન આપ્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા બજાર પૂરું પાડવા માટે જ ગ્રામ ભારતીનું આયોજન કર્યું હતું. 

             ગ્રામ ભારતી પ્રદર્શનમાં કુલ 60 હજાર રૂપિયાના વાંસના ઉત્પાદનનું વેચાણ થયું છે જે આ સમુદાયની વ્યક્તિ માટે કલ્પનાતીત હતું. આવા મોટા પ્રદર્શનમા ભાગ લેવાનો એમનો પ્રથમ અનુભવ હતો. અદાણી ગ્રુપનાઅધ્યક્ષ શ્રી ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશન ના ચેરમેન ડૉ.પ્રીતિબહેન અદાણી તેમની સ્ટોલની મુલાકાત લીધી હતી અને એમના વાંસ ની બનાવટ એમની સુંદર કલાનુ વાખણ કર્યા હ્તા. સુરતાબેન કોટ્વાલિયા કહે છે કે પેહેલા અમને લાગતું હતુ કે અમારી વાંસ ની બનાવટ્ની વસ્તુઓ વેચાશે નહીં પણ અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શનથી આજે અમે અમારી કળાને યોગ્ય જગ્યાએ પ્રદર્શિત શક્યાનો સંતોષ છે, આ શક્ય બન્યું છે અદાણી ફાઉન્ડેશન, દહેજના સહયોગથી.

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!